ફિલ્મ જગતઃ બોલિવૂડના દિગ્ગજ એક્ટર કિરણ કુમારને કોરોના પોઝિટિવ

અટલ સમાચાર, ડેસ્ક આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોવિડ -19 ચેપથી અત્યાર સુધી 1 લાખ 25 હજાર 101 લોકોને ચેપ લાગ્યો છે, જેમાંથી 3 હજાર 720 લોકો મૃત્યુ પામ્યા છે. હાલ 69 હજાર 597 લોકો કોરોના રોગચાળાથી પીડિત છે, જ્યારે સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ એવા કુલ 51 હજાર 783 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
 
ફિલ્મ જગતઃ બોલિવૂડના દિગ્ગજ એક્ટર કિરણ કુમારને કોરોના પોઝિટિવ

અટલ સમાચાર, ડેસ્ક

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોવિડ -19 ચેપથી અત્યાર સુધી 1 લાખ 25 હજાર 101 લોકોને ચેપ લાગ્યો છે, જેમાંથી 3 હજાર 720 લોકો મૃત્યુ પામ્યા છે. હાલ 69 હજાર 597 લોકો કોરોના રોગચાળાથી પીડિત છે, જ્યારે સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ એવા કુલ 51 હજાર 783 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્યારે બોલિવુડની અનેક હસ્તીઓને કોરોના થયો છે. જેમાં વધુ એક નામ સામેલ થયું છે. એક્ટર કિરણ કુમારને કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બોલિવૂડમાં કોરોનાએ પગપેસારો કર્યો છે ત્યારે મનોરંજનની દુનિયા પણ આ રોગથી દૂર રહી નથી શકી. બોલિવુડ ગાયિકા કનિકા કપૂર બાદ હવે બોલિવુડના દિગ્ગજ અભિનેતા કિરણ કુમાર પણ આ રોગનો શિકાર બન્યા છે. જોકે, કિરણ કુમારમાં કોરોનાના રોગના કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા. તે એકદમ સાજા હતા. તેઓને ન તો તાવ હતો, ન તો કફ. તેઓને શ્વાસ લેવામાં પણ કોઈ તકલીફ નહોતી. સાજા હોવા છતાં, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.