ફિલ્મ જગતઃ સોનૂ સૂદ શ્રમિકોની મદદ માટે ફરી આગળ આવ્યા, લોન્ચ કરી જોબ હંટ એપ

અટલ સમાચાર, ડેસ્ક બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ કોરોના વાયરસ મહામારી બાદથી આખા દેશમાં પ્રવાસી મજૂરોની મદદ કરી રહ્યો છે. અને મહારાષ્ટ્રનાં તે રાજ્યો અને પ્રવાસી મજૂરોને સકૂશળ તેમનાં ઘરે મોકલ્યા હતાં. પ્રવાસી મજૂરો માટે કામ ધંધાની ખોજ માટે હવે તેણે જોબ હંટ એપ લોન્ચ કરી છે. જેનું નામ છે પ્રવાસી રોજગાર, પ્રવાસી રોજગારનાં નામથી શરૂ
 
ફિલ્મ જગતઃ સોનૂ સૂદ શ્રમિકોની મદદ માટે ફરી આગળ આવ્યા, લોન્ચ કરી જોબ હંટ એપ

અટલ સમાચાર, ડેસ્ક

બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ કોરોના વાયરસ મહામારી બાદથી આખા દેશમાં પ્રવાસી મજૂરોની મદદ કરી રહ્યો છે. અને મહારાષ્ટ્રનાં તે રાજ્યો અને પ્રવાસી મજૂરોને સકૂશળ તેમનાં ઘરે મોકલ્યા હતાં. પ્રવાસી મજૂરો માટે કામ ધંધાની ખોજ માટે હવે તેણે જોબ હંટ એપ લોન્ચ કરી છે. જેનું નામ છે પ્રવાસી રોજગાર, પ્રવાસી રોજગારનાં નામથી શરૂ થઇ ગયેલી એપ પ્રવાસી શ્રમિક માટે નોકરી શોધવા અને અન્ય આવશ્યક જાણકારી અને લિંક આપશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો .

સતત લોકોની મદદ બાદ ફરી આ સારા કામ માટે સોનૂ સૂદનાં સોશિયલ મીડિયા પર વખાણ થઇ રહ્યાં છે. મુંબઇ મિરરની એક રિપોર્ટ પ્રમાણે, સોનૂ સૂદનું કહેવું છે કે, ગત કેટલાંક મહિનાઓથી આ પહેલને ડિઝાઇન કરવા માટે ઘણી વિચારણા થઇ હતી. અને પછી યોજના સાથે તેને તૈયાર કરવામાં આવી. મોટી મોટી કંપનીઓ સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યાં. NGO, પરોપકારી ઓર્ગેનાઇઝેશન, સરકારી અધિકારી, રણનીતિ સલાહકાર, અન્ય સ્ટાર્ટઅપ અને તે તમામ પ્રવાસીઓ જેમની મે મદદ કરી છે.

રિપોર્ટ મુજબ, વિભિન્ન ક્ષેત્રોમાં આશે 500 કંપનીઓ છે જે પ્રોડક્શન, કપડાં, સ્વાસ્થ્ય, એન્જિનિયરિંગ, બીપીઓ, સુરક્ષા, ઓટોમોબાઇલ, ઇ કોમર્સ અને લોજિસ્ટિક જેવાં ક્ષેત્રોમાં પોર્ટલ પર નોકરી અને રહેણાંક આપશે. એપ પ્રવાસી શ્રમિકોને અંગ્રેજી બોલતા શીખવશે તેમજ કેટલુંક પાયાનું શિક્ષણ પણ આપશે. આ એપ હાલમાં ઇંગ્લિશમાં છે પણ થોડા જ દિવસોમાં તે 5 ભાષાઓમાં હશે. જેનાંથી મજૂરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મદદ કરશે. આ એપ લોકોને મદદ આપવા બદલ એક રૂપિયો પણ ચાર્જ નહીં કરે. પ્રવાસી મજૂરોની મદદ માટે આગળ આવેલાં સોનૂ સૂદથી પ્રભાવિત થઇને એક પ્રવાસી મજૂરે તેનાં નામ પર વેલ્ડિંગ શોપ ખોલી દીધી છે.