ફિલ્મ જગતઃ આજે અભિનેત્રી ઐશ્વર્યા રાયનો 46મો જન્મદિવસ, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન આજે તેનો 46 મો જન્મદિવસ મનાવી રહી છે. ઐશ્વર્યાનો જન્મ 1 નવેમ્બર 1973માં મંગલુરુમાં થયો હતો. 20 એપ્રિલ 2007 ના રોજ એશે બોલિવૂડના સમ્રાટ અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક સાથે લગ્ન કર્યા. સામાન્ય રીતે અભિનેત્રી લગ્ન પછી ફિલ્મી કરિયરને બ્રેક આપે છે, પરંતુ પુત્રીના જન્મ પછી પણ ઐશ્વર્યાએ ફિલ્મોમાં
 
ફિલ્મ જગતઃ આજે અભિનેત્રી ઐશ્વર્યા રાયનો 46મો જન્મદિવસ, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન આજે તેનો 46 મો જન્મદિવસ મનાવી રહી છે. ઐશ્વર્યાનો જન્મ 1 નવેમ્બર 1973માં મંગલુરુમાં થયો હતો. 20 એપ્રિલ 2007 ના રોજ એશે બોલિવૂડના સમ્રાટ અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક સાથે લગ્ન કર્યા. સામાન્ય રીતે અભિનેત્રી લગ્ન પછી ફિલ્મી કરિયરને બ્રેક આપે છે, પરંતુ પુત્રીના જન્મ પછી પણ ઐશ્વર્યાએ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યું નહીં.

આરાધ્યાના જન્મ પછી પણ તે ચાર ફિલ્મોમાં જોવા મળી હતી. 2015માં રિલીઝ થયેલી ‘જાઝબા’ તેની પુત્રીના જન્મ પછી તેની કમબેક ફિલ્મ હતી. 2016માં રિલીઝ થયેલી સરબજીત ફિલ્મમાં તેણે માતા’ ની ભૂમિકા ભજવી હતી, આ ફિલ્મમાં ઐશ્વર્યા રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ બની હતી. અને 2018માં રિલીઝ થયેલી ફન્ને ખા ફિલ્મમાં પણ રાજકુમાર રાવ સાથે તેની કેમિસ્ટ્રી જોવા મળી હતી.

ફિલ્મ જગતઃ આજે અભિનેત્રી ઐશ્વર્યા રાયનો 46મો જન્મદિવસ, જાણો વધુ
file photo

ઐશ્વર્યા રાય ફિલ્મ સાથે સાથે તેના કરિયર પર પણ ધ્યાન આપી રહી છે. સાથે જ તેણી ડાયેટ પ્લાન પણ ફોલો કરી રહી છે. 46 વર્ષની ઉંમરે અને માતા બન્યા પછી પણ ઐશ્વર્યા રાય એટલી સુંદર અને ફીટ છે કારણ કે તે કોઈ સરળ કાર્ય નથી. ઐશ્વર્યા હજી પણ એટલી જ સુંદર છે જેટલી તે તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં હતી.

તેમની સુંદરતા માટે તમામ ક્રેઝી છે. તેની વાદળી આંખો અને તેના સૌંદર્યથી તમામને દિવાના બનાવી રહી છે. તેમના જન્મદિવસ નિમિત્તે તમને ઐશ્વર્યાની આવી જ કેટલીક સુંદર તસવીરો જુઓ. મિસ ઈન્ડિયા ઐશ્વર્યા રાયને 1994માં મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ઐશ્વર્યા રાય પરિવાર સાથે મુંબઈમાં બર્થડે સેલિબ્રેટ કરતી હોય છે અથવા તો વિદેશમાં પતિ-દીકરી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી હોય છે. આ વખતે ઐશ્વર્યા રાય તથા અભિષેકે પ્રોફેશનલ કમિટમેન્ટ્સમાંથી બ્રેક લઈને વિદેશમાં જન્મદિવસ સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું છે.