ફિલ્મ જગતઃ કોને મળ્યો બેસ્ટ એક્ટર અને બેસ્ટ અભિનેત્રીનો ઓસ્કાર ઍવોર્ડ જાણો

અટલ સમાચાર, ડેસ્ક દુનિયાના પ્રતિષ્ઠિત 92 એકેડમી એવોર્ડ એટલે કે ઓસ્કાર 2020 ની શરૂઆત થઇ ગઇ છે. અમેરિકાના લૉસ એન્જેલિસ સ્થિત ડૉલ્બી થિયેટરમાં આ એવોર્ડની જાહેરાત થઇ છે. જ્યાં હોલિવૂડ અને ફિલ્મ જગતની અનેક જાણીતી હસ્તીઓએ રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. અને આ 92 ઓસ્કાર એવોર્ડની ભવ્ય શરૂઆત થઇ હતી. 92 ઓસ્કાર એવોર્ડમાં ફિલ્મ
 
ફિલ્મ જગતઃ કોને મળ્યો બેસ્ટ એક્ટર અને બેસ્ટ અભિનેત્રીનો ઓસ્કાર ઍવોર્ડ જાણો

અટલ સમાચાર, ડેસ્ક

દુનિયાના પ્રતિષ્ઠિત 92 એકેડમી એવોર્ડ એટલે કે ઓસ્કાર 2020 ની શરૂઆત થઇ ગઇ છે. અમેરિકાના લૉસ એન્જેલિસ સ્થિત ડૉલ્બી થિયેટરમાં આ એવોર્ડની જાહેરાત થઇ છે. જ્યાં હોલિવૂડ અને ફિલ્મ જગતની અનેક જાણીતી હસ્તીઓએ રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. અને આ 92 ઓસ્કાર એવોર્ડની ભવ્ય શરૂઆત થઇ હતી.

92 ઓસ્કાર એવોર્ડમાં ફિલ્મ ‘જોકર’માં પોતાના અદ્ઘભૂત એક્ટિંગ માટે વાકીન ફીનિક્સને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. સાથે જ બેસ્ટ અભિનેત્રી તરીકે રીની જેલિવેગરને તેમની ફિલ્મ ‘જ્યૂડી’ માટે ઓસ્કાર મળ્યો હતો. દક્ષિણ કોરિયાની ફિલ્મ ‘પેરાસાઇટ’ને સર્વેશ્રેષ્ઠ આંતરાષ્ટ્રીય ફીચર ફિલ્મની શ્રેણીમાં ઓસ્કાર મળ્યો છે. આ ફિલ્મને માટે બોન્ગ જૂન હોને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ પહેલા ક્વિંટીન ટૈરેંટીનો ફિલ્મ ‘વન્સ અપોન અ ટાઇમ્સ ઇન હોલિવૂડ’ માટે બ્રેડ પિટ બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે ઓસ્કાર મળ્યો છે. જ્યારે લૉરા ડર્નને સર્વશ્રેષ્ઠ સહ અભિનેત્રી તરીકે ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ સિવાય ટોય સ્ટોરી 4ને એનિમેટેડ ફિચર ફિલ્મની શ્રેણીમાં ઓસ્કાર મળ્યો છે. એનિમેશન સ્ટૂડિયો પિક્સરને પણ આ શ્રેણીમાં આ 10મો ઓસ્કાર છે. બીજી તરફ બ્રૈડ પિટને પહેલીવાર ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. તો બીજી તરફ પેરાસાઇટ પણ પહેલી સાઉથ કોરિયન ફિલ્મ છે જેને ઓસ્કાર મળ્યો છે. બ્રેડ પિટે ઓસ્કારના આ સન્માનને જીતતા જ લિયોનાર્ડો ડિ કૈપ્રિયોને ગળે લગાવ્યો હતો. અને તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ એવોર્ડ માટે બ્રૈડ આ ફિલ્મના ડાયરેક્ટર ક્વિંટીન ટૈરેંટિનોનો આભાર માન્યો હતો. અને તેમણે પોતાનો આ એવોર્ડ પોતાના પુત્રને ડેડિકેટ કર્યો હતો.

વધુમાં ‘અમેરિકન ફેક્ટરી’ ને બેસ્ટ ડોક્યૂમેન્ટરી ફિચર માટે ઓસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. સાથે જ બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ માટે ‘હેર ટેલ’ને ઓસ્કાર એવોર્ડ એનાયત કરવામાં છે.