શિક્ષણ@ગુજરાતઃ ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાની નવી તારીખ જાણો

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાર્ષિક પરીક્ષાના નવા સમય પત્રક અનુસાર ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષા 1 એપ્રિલથી શરૂ થશે અને 11 એપ્રિલ સુધી ચાલશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર તપાસવા માટે સમય રહેતો નથી તેથી પરીક્ષાઓ વહેલી
 
શિક્ષણ@ગુજરાતઃ ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાની નવી તારીખ જાણો

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાર્ષિક પરીક્ષાના નવા સમય પત્રક અનુસાર ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષા 1 એપ્રિલથી શરૂ થશે અને 11 એપ્રિલ સુધી ચાલશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર તપાસવા માટે સમય રહેતો નથી તેથી પરીક્ષાઓ વહેલી તકે લેવામાં આવે તેવી રજૂઆત શાળા સંચાલકો દ્વારા કરવામાં આવ્યા બાદ શિક્ષણ બોર્ડે પરીક્ષાની નવી તારીખો જાહેર કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી શરૂ થવાની હતી જે 18 એપ્રિલ સુધી ચાલવાની હતી. રાજ્ય સરકાર દ્વારા CBSE પેટર્ન અપનાવવામાં આવ્યા બાદ આ વર્ષે 20 એપ્રિલથી નવુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે ત્યારે શિક્ષકો પાસે પેપર તપાસવાનો અને પરિણામો તૈયાર કરવા માટે પૂરતો સમય મળતો ન હોવાથી બોર્ડે પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરીને નવી તારીખો જાહેર કરી છે. વાર્ષિક પરીક્ષાના નવા સમય પત્રક અનુસાર ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 1 એપ્રિલથી શરૂ થશે અને 11 એપ્રિલ સુધી ચાલશે.