FIR@અમદાવાદ: દીકરીએ જ બનાવટી સહી કરી માતાના ખાતામાંથી 2.25 લાખ ઉપાડ્યા

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે અમદાવાદની એક બેંકમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. માતાના બેંક એકાઉન્ટના ચેકમાં ખોટી સહીઓ કરી પુત્રીએ 2.25 લાખ રૂપિયા ઉપાડી લીધા છે. જે બાદ સહીઓમાં ફેર આવતા તે બાબતે બેંક દ્વારા ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી અને આ સમગ્ર ભાંડો ફૂટયો હતો. જેથી બેંકના મેનેજર વેજલપુર પોલીસ સ્ટેશનમાં બેન્ક
 
FIR@અમદાવાદ: દીકરીએ જ બનાવટી સહી કરી માતાના ખાતામાંથી 2.25 લાખ ઉપાડ્યા

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે અમદાવાદની એક બેંકમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. માતાના બેંક એકાઉન્ટના ચેકમાં ખોટી સહીઓ કરી પુત્રીએ 2.25 લાખ રૂપિયા ઉપાડી લીધા છે. જે બાદ સહીઓમાં ફેર આવતા તે બાબતે બેંક દ્વારા ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી અને આ સમગ્ર ભાંડો ફૂટયો હતો. જેથી બેંકના મેનેજર વેજલપુર પોલીસ સ્ટેશનમાં બેન્ક ધારકની પુત્રી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના પાલડીમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા પરિવેશભાઈ વેજલપુર એપીએમસી માર્કેટની બાજુમાં આવેલી એસબીઆઇ બેન્કમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની બ્રાંચમાં 45,000 જેટલા ખાતા છે. જેમાં સમીમબાનુ શેખનું પણ એક સેવિંગ એકાઉન્ટ છે જે એકાઉન્ટ વર્ષ 2017થી ખોલાવવામાં આવેલુ છે. ગત તારીખ 2 માર્ચના રોજ સમીમબાનુએ બેંકને લેખિત અરજી કરી હતી કે, તેમના એકાઉન્ટમાંથી ચાર ચેક ઉપર અલગ અલગ તારીખે તેમની દીકરી અમરીન બુખારીએ ખોટી સહીઓ કરી તેમના ખાતામાંથી 2.25 લાખ જેટલા રૂપિયા ઉપાડી લીધા છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, બેંકે આ અમરીને આપેલા ચાર ચેકની સહીઓ જોતા ખાતાધારક સમીમ બાનુની સહીના નમુનાના હસ્તાક્ષર પ્રમાણે ચેક પર સહી કર્યા હોવાનું જણાયું હતું. જોકે, ચેક ક્લિયરિંગ સમયે કોઇ ગેરસમજ થઇ ન હતી. બંને મા-દીકરી અનેક વખત સાથે બેન્કમાં પૈસા ઉપાડવા પણ આવે છે. જેથી બેંક ધારકની પુત્રીને ચાર ચેક ઉપર કેશિયરે નાણાં આપ્યા હતા. જોકે, આ બધી બાબતો વચ્ચે બેંકે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોકેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ ગુજરાત યુનિવર્સિટી ખાતે આ ચેક નિષ્ણાત પાસે મોકલ્યા હતા. જે તપાસ બાદ નિષ્ણાત ડોક્ટર એક અભિપ્રાય આપી ચેક પર સહીઓ અમરીનની જ હોવાનું જણાવ્યું. તેથી અન્ય કોઈ નહીં પરંતુ બેંક ધારકની પુત્રીએ ખોટી સહીઓ કરી બેંક સાથે ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.