FIR@ભિલોડા: અદાવતમાં મહિલાને નીચે પાડી દઇ ઘાસ-ગોદડાં સળગાવ્યા, 4 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા ભિલોડા તાલુકાના ગામે અંગત અદાવતમાં ફરીયાદી પર હુમલો કરી ઘાસના પુડાં અને ગોદડાઓને આગચંપી કરાઇ હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે ગામના બે ઇસમો સાથે અન્ય બે વ્યક્તિઓએ ફરીયાદીના ઘરે આવી માથાકૂટ કરી હતી. જે બાદમાં ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને નીચે પાડી દેતાં તેમને બુમાબુમ કરી હતી. આરોપીઓએ જતાં-જતાં ઘરની બાજુમાં
 
FIR@ભિલોડા: અદાવતમાં મહિલાને નીચે પાડી દઇ ઘાસ-ગોદડાં સળગાવ્યા, 4 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા

ભિલોડા તાલુકાના ગામે અંગત અદાવતમાં ફરીયાદી પર હુમલો કરી ઘાસના પુડાં અને ગોદડાઓને આગચંપી કરાઇ હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે ગામના બે ઇસમો સાથે અન્ય બે વ્યક્તિઓએ ફરીયાદીના ઘરે આવી માથાકૂટ કરી હતી. જે બાદમાં ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને નીચે પાડી દેતાં તેમને બુમાબુમ કરી હતી. આરોપીઓએ જતાં-જતાં ઘરની બાજુમાં પડેલાં ઘાસના પુડા અને ઘરની બહાર પડેલાં ગોદડાં સળગાવી મુકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના કુંડોલ ગામે ચાર ઇસમોએ મહિલા પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે ગામના ઇસમો મહિલાના ઘરે આવીને કહેલ કે, તારો પતિ ક્યાં છે તેને કેમ અગાઉ અમારી સાથે ઝઘડો કર્યો હતો. આવુ કહીં ઉશ્કેરાઇ જઇ મહિલાને નીચે પાડી દેતાં બુમાબુમ કરી હતી. આ દરમ્યાન આરોપીઓને ઘરની બહાર પડેલા ઘાસને આગચંપી કરી હતી. જેને લઇ ફરીયાદી મહિલાએ ચાર લોકો સામે શામળાજી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ 435, 323, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામ

  1. નવીનભાઇ જીવાભાઇ અસારી
  2. જીવાભાઇ સુરજીભાઇ અસારી, ગામ-કુંડોલ, તા.ભિલોડા, જી.અરવલ્લી
  3. રમેશભાઇ જીવાભાઇ સુવેરા
  4. વિજયભાઇ રમેશભાઇ સુવેરા, ગામ-નારણપુર, તા.મેઘરજ, જી.અરવલ્લી