FIR@ઇડર: દૂધમંડળીના સેક્રેટરીએ 1.10 લાખની ઉચાપત કરી, કલમ 408 મુજબ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર ઇડર તાલુકાના ગામે દૂધમંડળીના સેક્રેટરીએ 1.10 લાખની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી છે. દૂધમંડળીના સેક્રેટરીએ ઓડીટ દરમ્યાન સિલકના પૈસા ઓડીટ દરમ્યાન રજૂ ન કરી પોતાના અંગત વપરાશ માટે વાપરી ઉચાપત કરી હોવાનું સામે આવ્યુ છે. જેને લઇ દૂધ મંડળીના કસ્ટોડિયને તેમની સામે ઇડર પોલીસ મથકે 1.10 લાખની ઉચાપત કરી
 
FIR@ઇડર: દૂધમંડળીના સેક્રેટરીએ 1.10 લાખની ઉચાપત કરી, કલમ 408 મુજબ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ઇડર

ઇડર તાલુકાના ગામે દૂધમંડળીના સેક્રેટરીએ 1.10 લાખની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી છે. દૂધમંડળીના સેક્રેટરીએ ઓડીટ દરમ્યાન સિલકના પૈસા ઓડીટ દરમ્યાન રજૂ ન કરી પોતાના અંગત વપરાશ માટે વાપરી ઉચાપત કરી હોવાનું સામે આવ્યુ છે. જેને લઇ દૂધ મંડળીના કસ્ટોડિયને તેમની સામે ઇડર પોલીસ મથકે 1.10 લાખની ઉચાપત કરી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ઇડરની પ્રતાપપુરા દૂધમંડળીના સેક્રેટરી સામે ઉચાપતની ફરીયાદ નોંધાઇ છે. દૂધમંડળીમાં તા.8-12-2020ના રોજ ઓડીટ દરમ્યાન સેક્રટરી અજીતભાઇ કાન્તિભાઇ પટેલે મંડળીની સીલક રૂ.1,10,562 ઓડીટરને રજુ કરી હતી. જે સંબંધે પુછતાં તેમણે જણાવેલ કે, આ રૂપિયા અંગત વપરાશમાં વાપરી નાંખેલ છે. આ સાથે આ પૈસા રોજમેળમાં તેઓના નામનું વાઉચર બનાવી સીલક ઉધારેલ છે. જેને લઇ દૂધમંડળીના કસ્ટોડીયન નારણભાઇ પટેલે સેક્રેટરી અજીતભાઇ સામે ફરીયાદ નોંધાવી છે.

FIR@ઇડર: દૂધમંડળીના સેક્રેટરીએ 1.10 લાખની ઉચાપત કરી, કલમ 408 મુજબ ગુનો દાખલ
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વર્ષ 2007થી દૂધમંડળીના સેક્રેટરી તરીકે કાર્યરત અજીતભાઇ પટેલ સામે ફરીયાદ નોંધાતાં ચકચાર મચી ગઇ છે. તેમણે દૂધમંડળીના સીલકના પૈસા પોતાના અંગત કામમાં વાપરી ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી છે. જેને લઇ પ્રતાપપુરા દૂધમંડળીના કસ્ટોડિયન નારણભાઇ પટેલે સેક્રેટરી અજીતભાઇ સામે ઇડર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સેક્રેટરી સામે આઇપીસી કલમ 408 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.