FIR@પાલનપુર: પ્રેમિકાના ત્રાસથી યુવકે દવા પી જીવન ટુંકાવ્યું, યુવતિ સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વડગામ પાલનપુર તાલુકાના ગામે યુવકના આપઘાત કેસમાં તેની પ્રેમિકા સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ગત 19 ફેબ્રુઆરીએ સ્થાનિક યુવકે દવા પી લીધા બાદ સારવાર અર્થે પહોંચે તે પહેલાં જ તેનું મોત થયુ હતુ. જે બાદમાં પરિવારે તપાસ કરતાં તેની પ્રેમિકા તેને લગ્ન માટે દબાણ કરતી હોવાનું ખુલ્યુ હતુ. આ સાથે મૃતકનો
 
FIR@પાલનપુર: પ્રેમિકાના ત્રાસથી યુવકે દવા પી જીવન ટુંકાવ્યું, યુવતિ સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વડગામ

પાલનપુર તાલુકાના ગામે યુવકના આપઘાત કેસમાં તેની પ્રેમિકા સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ગત ‌19 ફેબ્રુઆરીએ સ્થાનિક યુવકે દવા પી લીધા બાદ સારવાર અર્થે પહોંચે તે પહેલાં જ તેનું મોત થયુ હતુ. જે બાદમાં પરિવારે તપાસ કરતાં તેની પ્રેમિકા તેને લગ્ન માટે દબાણ કરતી હોવાનું ખુલ્યુ હતુ. આ સાથે મૃતકનો મોબાઇલ ચેક કરતાં તેના મેસેજ અને કોલ રેકોર્ડિંગમાં પણ યુવક મરવાની વાત કરી રહ્યો હતો. જેને લઇ મૃતકના પરિજને યુવતિ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના ટીંબાચુડી ગામના આશિષકુમાર બાબુલાલ ભાટીયાએ ગત તા.19 ફેબ્રુઆરીએ હોટલમાં ઝેરી દવા પી લીધી હતી. જે બાદમાં સારવાર પહેલાં જ તેમનું મોત થયુ હતુ. જેને લઇ પરિવારજનોએ પોતાની રીતે તપાસ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. મૃતક યુવક આશિષને વડગામના મેમદપુર ગામની નેહાબેન ચેલાભાઇ પરમાર સાથે પ્રેમસંબંધ હોવાનું ખુલ્યુ હતુ. જે બાદમાં મૃતક આશિષને નેહા લગ્ન કરવા દબાણ કરતી હતી. જે બાબતે આશિષનો મોબાઇલ ચેક કરતાં પરિવારને તેના કોલ રેકોર્ડીંગ પણ મળ્યા હતા.

FIR@પાલનપુર: પ્રેમિકાના ત્રાસથી યુવકે દવા પી જીવન ટુંકાવ્યું, યુવતિ સામે ગુનો દાખલ
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પરિવારે તપાસ કરતાં બંનેને હોટલમાં જતાના સીસીટીવી પણ જોઇ પોલીસ સ્ટેશને રજૂ કર્યા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. આ સાથે આશિષે નેહાના ત્રાસથી જ કંટાળીને દવા પી જઇ મરી ગયાની ફરીયાદ પરિવારે નોંધાવતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઇ પાલનપુર તાલુકા પોલીસે નેહાબેન સામે આઇપીસી કલમ 306 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.