FIR@પાલનપુર: અગમ્ય કારણોસર માતા-પુત્રને ધોકાથી માર માર્યો, 2 ઇસમ સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર પાલનપુર તાલુકાના ગામે અગમ્ય કારણોસર ગામના ઇસમોએ માતા-પુત્રને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે માતા-પુત્ર મંદીરે દર્શન કરી પરત આવતાં હતા ત્યારે ગામના બે ઇસમોએ તેમની સાથે ગાળાગાળી કરી હતી. આ દરમ્યાન માતા-પુત્રએ ગાળો બોલવાની ના પાડતાં ઇસમોએ ઉશ્કેરાઇ જઇ ધોકા વડે અને ગડદાપાટુનો માર માર્યો હતો.
 
FIR@પાલનપુર: અગમ્ય કારણોસર માતા-પુત્રને ધોકાથી માર માર્યો, 2 ઇસમ સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુર તાલુકાના ગામે અગમ્ય કારણોસર ગામના ઇસમોએ માતા-પુત્રને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે માતા-પુત્ર મંદીરે દર્શન કરી પરત આવતાં હતા ત્યારે ગામના બે ઇસમોએ તેમની સાથે ગાળાગાળી કરી હતી. આ દરમ્યાન માતા-પુત્રએ ગાળો બોલવાની ના પાડતાં ઇસમોએ ઉશ્કેરાઇ જઇ ધોકા વડે અને ગડદાપાટુનો માર માર્યો હતો. આ તરફ સ્થાનિકો ભેગા થઇ જતાં ઇસમોએ જતાં-જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું ફરીયાદમાં લખાવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના ધનીયાણા ગામે ગઇકાલે રાત્રે માતા-પુત્રને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ગામના અનિલ ઠાકોર ખાનગી નોકરી કરી પોતાના પરિવાર સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે. ગઇકાલે રાત્રે આશરે નવેક વાગ્યે અનિલ અને તેમની માતા શાંતાબેન ઠાકોર ગામના બ્રહ્માણી માતાના મંદીરેથી દર્શન કરી પરત ફરી રહ્યાં હતા. આ દરમ્યાન ગામના રાજુભાઇ ઠાકોર અને મનોજભાઇ ઠાકોર કોઇ કારણસર બંનેને જેમતેમ ગાળો બોલવાં લાગ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઇસમોએ ગાળાગાળી કરતાં ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતાં ધોકા વડે માર માર્યો હતો. આરોપી ઇસમોએ ફરીયાદીની માતાને જમણાં પગની સાથળે અને ગડદાપાટુનો માર માર્યો હતો. જે બાદમાં સ્થાનિક આવી જતાં મામલો શાંત પાડતાં આરોપીઓએ જતાં-જતાં લાગ આવશે ત્યારે જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું લખાવ્યુ છે. આ તરફ અનિલે ગામના બે ઇસમો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે આઇપીસી કલમ 323, 294(b), 506(2), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. રાજુભાઇ પોપટભાઇ ઠાકોર
  2. મનોજભાઇ પોપટભાઇ ઠાકોર, બંને રહે. ધાણિયાણા, તા.પાલનપુર, જી.બનાસકાંઠા