FIR@રાધનપુર: દૂધની લાઇનમાં ઉભા રહેવાને લઇ 3 વ્યક્તિને લાકડીથી ફટકાર્યા, 7 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર રાધનપુર તાલુકાના ગામે ગઇકાલે રાત્રે નજીવી બાબતે થયેલી માથાકૂટમાં સામસામે ફરીયાદ નોંધાઇ છે. જેમાં અગાઉ ધીરૂભાઇ ભીલે 10 લોકોના નામજોગ મારપીટ અને એટ્રોસિટી મુજબ ફરીયાદ નોંધાવી છે. જે બાદમાં હવે નિઝામખાન મલેકે 7 ઇસમોના નામજોગ ફરીયાદ નોંધાવી છે. જેમાં ગામમાં દૂધ ભરાવવાની લાઇનમાં ઉભા રહેવાને અને બાઇક પાર્ક કરવાને લઇ
 
FIR@રાધનપુર: દૂધની લાઇનમાં ઉભા રહેવાને લઇ 3 વ્યક્તિને લાકડીથી ફટકાર્યા, 7 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, રાધનપુર

રાધનપુર તાલુકાના ગામે ગઇકાલે રાત્રે નજીવી બાબતે થયેલી માથાકૂટમાં સામસામે ફરીયાદ નોંધાઇ છે. જેમાં અગાઉ ધીરૂભાઇ ભીલે 10 લોકોના નામજોગ મારપીટ અને એટ્રોસિટી મુજબ ફરીયાદ નોંધાવી છે. જે બાદમાં હવે નિઝામખાન મલેકે 7 ઇસમોના નામજોગ ફરીયાદ નોંધાવી છે. જેમાં ગામમાં દૂધ ભરાવવાની લાઇનમાં ઉભા રહેવાને અને બાઇક પાર્ક કરવાને લઇ આરોપીઓએ માથાકૂટ કરી માર માર્યો હોવાનું લખાવ્યુ છે. જેને લઇ રાધનપુર પોલીસે 7 ઇસમ સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના દેહગામ ગામે ગઇકાલે રાત્રે મારામારીની ઘટનામાં હવે બીજી ફરીયાદ નોંધાઇ છે. ગઇકાલની ઘટનાને લઇ ધીરૂભાઇ ભીલે 10 લોકોના નામજોગ મારપીટ અને એટ્રોસિટી મુજબ ફરીયાદ નોંધાવી હતી. જે બાદમાં નિઝામખાન મલેકે નોંધાવેલ ફરીયાદ મુજબ, ગઇકાલે સાંજે તેઓ બાઇક લઇને ગામની ડેરીમાં દૂધ ભરાવવા જતાં હતા. આ દરમ્યાન બાઇક દશરથભાઇ ભીલના ઘરની આગળ ડેલા નજીક ઉભુ રાખ્યા બાદ દશરથભાઇએ કહેલ કે, તમે કેમ લાઇનમાં ઉભા રહેતાં નથી અને મારા ઘરની આગળ બાઇક પાર્ક કરો છો ? તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા.

FIR@રાધનપુર: દૂધની લાઇનમાં ઉભા રહેવાને લઇ 3 વ્યક્તિને લાકડીથી ફટકાર્યા, 7 સામે ગુનો દાખલ
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતાં દશરથભાઇ સામાભાઇ ભીલ, સામાભાઇ જાદાભાઇ ભીલ, ધીરૂભાઇ સામાભાઇ ભીલ, સુરેશભાઇ સાદુળભાઇ ભીલ, સાદુળભાઇ જાદાભાઇ ભીલ, કેશાભાઇ રાયમલભાઇ ભીલ અને નવઘણભાઇ પ્રતાપભાઇ ભીલ સહિતના લાકડી અને ધોકાઓ વડે તુટી પડ્યા હતા. જેમાં ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યાં હોઇ તાત્કાલિક સારવાર અર્થે રાધનપુર ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઇ પોલીસે 7 લોકોના નામજોગ આઇપીસી 323, 324, 504, 506(2), 294(b), 143, 147, 148, 149 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.