FIR@થરા: દીકરીની સાસરીમાં સમાધાન કરવા ગયેલા લોકોને લાકડીથી ફટકાર્યા, 4 સામે ગુનો

અટલ સમાચાર ડોટ કોમ, થરા કોરોનાકાળ વચ્ચે થરામાં કૌટુંબિક દીકરીના ઘરે સમાધાન કરવા ગયેલા વ્યક્તિઓ પર ઇસમોએ મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. પંથકની દીકરીના લગ્ન થયા બાદ તેનો પતિ અવાર-નવાર ઝઘડો કરી માર મારતો હોઇ પરિજનો સમાધાન માટે થરા ગયા હતા. જે બાદમાં ફરીયાદીએ જમાઇને સમજાવતાં તેમના ભાઇઓએ ઉશ્કેરાઇ જઇ મારામારી કરી જાનથી
 
FIR@થરા: દીકરીની સાસરીમાં સમાધાન કરવા ગયેલા લોકોને લાકડીથી ફટકાર્યા, 4 સામે ગુનો

અટલ સમાચાર ડોટ કોમ, થરા

કોરોનાકાળ વચ્ચે થરામાં કૌટુંબિક દીકરીના ઘરે સમાધાન કરવા ગયેલા વ્યક્તિઓ પર ઇસમોએ મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. પંથકની દીકરીના લગ્ન થયા બાદ તેનો પતિ અવાર-નવાર ઝઘડો કરી માર મારતો હોઇ પરિજનો સમાધાન માટે થરા ગયા હતા. જે બાદમાં ફરીયાદીએ જમાઇને સમજાવતાં તેમના ભાઇઓએ ઉશ્કેરાઇ જઇ મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને લઇ ફરીયાદીએ થરાના ચાર ઇસમો સામે પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ઉણ ગામની યુવતિના લગ્ન થરા મુકામે થયા હતા. આ દરમ્યાન તેનો પતિ પરીણિતાને માર મારતો હોઇ તેને પિયરમાં ફોન કરી જાણ કરી હતી. જેથી પિયરના કૌટુંબિક ભાઇઓ ગતસાંજે ખાનગી વાહનમાં બેસી દીકરીની સાસરી થરા શુભમ હોટલની પાછળ ગયા હતા. જ્યાં જમાઇને સમજાવતાં તેના ભાઇઓએ ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી લાકડી લઇ તુટી પડ્યાં હતા. આ સાથે ગડદાપાટુંનો માર માર્યો હોવાનું પણ ફરીયાદમાં લખાવ્યુ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અચાનક સમજાવટ વચ્ચે મામલો ઉગ્ર બનતાં મારામારી થતાં આસપાસના લોકો એકઠાં થઇ ગયા હતા. જ્યાં સ્થાનિકોએ મામલો શાંત પાડતાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ તરફ પરબતભાઇ રાવળે ચાર ઇસમો સામે થરા પોલીસ મથકે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે. જેને લઇ થરા પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ 323, 294બી, 506(2), 114 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. સવાભાઈ મફાભાઈ રાવળ
  2. વનાભાઈ મફાભાઈ રાવળ
  3. કનાભાઈ મફાભાઈ રાવળ
  4. રાણાભાઈ મફાભાઈ રાવળ, તમામ રહે-શુભમ હોટલની પાછળ, થરા, તા,કાંકરેજ, જી.બનાસકાંઠા