FIR@વિસનગર: દારૂ કેસનો આરોપી લોકઅપમાંથી ફરાર થયા બાદ ગુનો દાખલ, શોધખોળ ચાલુ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ગઇકાલે આરોપી ફરાર થયા બાદ આજે તેની સામે ફરીયાદ નોંધાઇ છે. વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇએ આરોપી વિરૂધ્ધ આઇપીસી કલમ મુજબ ગુનો નોંધાવ્યો છે. નોંધનિય છે કે, ગઇકાલે બપોરના સમયે દારૂના કેસનો આરોપી લોકઅપની ઉપરનું પતરૂં તોડી ફરાર થઇ ગયો હતો. જે બાદમાં આરોપીને શોધવા
 
FIR@વિસનગર: દારૂ કેસનો આરોપી લોકઅપમાંથી ફરાર થયા બાદ ગુનો દાખલ, શોધખોળ ચાલુ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ગઇકાલે આરોપી ફરાર થયા બાદ આજે તેની સામે ફરીયાદ નોંધાઇ છે. વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇએ આરોપી વિરૂધ્ધ આઇપીસી કલમ મુજબ ગુનો નોંધાવ્યો છે. નોંધનિય છે કે, ગઇકાલે બપોરના સમયે દારૂના કેસનો આરોપી લોકઅપની ઉપરનું પતરૂં તોડી ફરાર થઇ ગયો હતો. જે બાદમાં આરોપીને શોધવા પોલીસ ટીમ કામે લાગ્યા બાદ પણ તેનો કોઇ પત્તો લાગ્યો નથી. જોકે પોલીસની ટીમે હાલની સ્થિતિએ પણ આરોપીની શોધખોળ કરી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થવાની ઘટના સામે આવી છે. ઊંઝા પોલીસ મથકમાં નોંધાયેલા વિદેશી દારૂના કેસમાં રાજસ્થાનના માલકાગોડા ગામના વિક્રમસિંહ નિર્ભયસિંહ કીતાવત પોલીસના હાથે ઝડપાયો હતો. જે બાદમાં તેને રવિવારે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં લાવી લોકઅપમાં મુકાયો હતો. આ તરફ સોમવારે બપોરે પાછળના ભાગેથી વિક્રમસિંહ લોકઅપની છતનું પતરૂં ઊંચુ કરી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં આજે બપોરે તાલુકા પોલીસના ઇન્ચાર્જ PI તારાબા વાળાએ આરોપી સામે ફરીયાદ નોંધાવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરોપી ફરાર થઇ જતાં પોલીસે તેને પકડવા નાકાબંધી કરી હતી. જોકે હજી સુધી આરોપી ઝડપાયો ન હોવાની વિગતો સામે આવી છે. નોંધનિય છે કે, તાલુકા પોલીસ સ્ટેશનનું લોકઅપ વર્ષો જૂનું હોવાથી ઉપરના ભાગે પતરાં છે. આરોપી શરીરે પાતળો હોવાથી લોકઅપની છતનું પતરૂં ઊંચુ કરી ફરાર થઇ ગયો હતો. જેને લઇ પોલીસે ફરાર આરોપી સામે આઇપીસી કલમ 224 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.