સપાટો@કાંકરેજઃ ખાણ ખનીજ ત્રાટકી, બે ટ્રક સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર, મહેસાણા બનાસકાંઠામાં બિનઅધિકૃત રીતે જમીન સંપત્તિની ચોરીના અવાર-નવાર બનાવો સામે આવી રહ્યા છે. જેથી ખાણ-ખનીજ વિભાગ સક્રીય બની આવા તત્વોને કાયદા વિરુદ્ધ ન જવા પાઠ ભણાવી રહી છે. શુક્રવારે શિહોરી પંથકમાં રેડ કરી 2 ટ્રકો સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તે સાથે 4.20 લાખ દંડ ફટકારતાં ભૂમાફીયાઓ ફફડી ઉઠ્યા છે. અટલ
 
સપાટો@કાંકરેજઃ ખાણ ખનીજ ત્રાટકી, બે ટ્રક સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠામાં બિનઅધિકૃત રીતે જમીન સંપત્તિની ચોરીના અવાર-નવાર બનાવો સામે આવી રહ્યા છે. જેથી ખાણ-ખનીજ વિભાગ સક્રીય બની આવા તત્વોને કાયદા વિરુદ્ધ ન જવા પાઠ ભણાવી રહી છે. શુક્રવારે શિહોરી પંથકમાં રેડ કરી 2 ટ્રકો સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તે સાથે 4.20 લાખ દંડ ફટકારતાં ભૂમાફીયાઓ ફફડી ઉઠ્યા છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

કાંકરેજ તાલુકાના ઉંબરી કંબોઈ રોડ વિસ્તારમાં ભૂસ્તર વિભાગના સુભાષ જોશીની લાલ આંખને લઈ બનાસકાંઠામાં ભુમાફીયાઓમાં ગભરાહટ ફેલાયેલો છે. આમછતાં જમીની સંપત્તિ ચોરીની બાતમી આધારે રોયલ્ટી ઈન્સ્પેક્ટર શક્તિદાન ગઢવી અને સર્વેયર મેહુલ દવે ટીમ સાથે ત્રણ ટીમો કાંકરેજ તાલુકામાં ચાલી રહેલ ગેરકાયદેસર રેતી ચોરી જગ્યાએ ત્રાટકતાં ભૂમાફિયાઓમાં અફડાતફડી મચી ગઈ હતી. ખાણ-ખનીજની ટીમે બે ટ્રકો કબજે લઈ કુલ 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 4.20 દંડ ફટકારતાં ખનીજ ચોરીમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.