જળપ્રલય@જામનગર: સર્વત્ર જળબંબાકારની સ્થિતિ, વહીવટી તંત્ર દ્રારા શાળાઓ બંધ રાખવા નિર્દેશ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાતભરના અનેક ભાગમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે જામનગરમાં પણ જળપ્રલય જેવી સ્થિતિ જોવા મળી રહી છે. મેઘરાજાએ મન મુકીને વરસ્યા બાદ પોતાનું તાંડવ દેખાડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જેને લઈ અત્રતત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ છેલ્લા બે દિવસ દરમિયાન ધમાકેદર
 
જળપ્રલય@જામનગર: સર્વત્ર જળબંબાકારની સ્થિતિ, વહીવટી તંત્ર દ્રારા શાળાઓ બંધ રાખવા નિર્દેશ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતભરના અનેક ભાગમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે જામનગરમાં પણ જળપ્રલય જેવી સ્થિતિ જોવા મળી રહી છે. મેઘરાજાએ મન મુકીને વરસ્યા બાદ પોતાનું તાંડવ દેખાડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જેને લઈ અત્રતત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ છેલ્લા બે દિવસ દરમિયાન ધમાકેદર બેટિંગ કરી સમગ્ર ચિત્ર જ બદલી દીધું છે અહી વરસાદ ખેંચાતા એક સમયે પીવાના અને સિંચાઈના પાણી માટે ખેડૂતોએ સરકાર પાસે આજીજી કરવી પડતી તેના બદલે હવે સાવ જુદુ જ ચિત્ર ઉપસી આવ્યું છે. જામનગર, રાજકોટ અને જૂનાગઢના કેટલાક તાલુકાઓમાં તો સાંબેલાધાર વરસાદ વરસતા મેઘમહેર હવે મેઘકહેર બની ચૂક્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જામનગર પંથકમા આખી રાત રેસ્ક્યૂની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે વહેલી સવાર સુધીલોકોનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યુ હતુ. રેસ્ક્યૂમાં બે કોર્પોરેટરો સહિત 30 લોકોને પણ બચાવી લેવાયા છે. સમગ્ર રાત્રિ દરમ્યાન કોસ્ટગાર્ડેની ટીમ ખડે પડે રહીને કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં સર્જાયેલી તારાજીના પગલે તેમજ ભારે વરસાદની સ્થિતિને જોતા વહીવટી તંત્રએ આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાના પણ નિર્દેશ કરી દીધા છે. જિલ્લા શિક્ષણાધિકારીએ આજે રજા પણ જાહેર કરી દીધી છે. હજુ પુરના પાણી ઓસર્યા નથી ત્યારે આગામી દિવસોમાં તંત્ર દ્વારા શું નિર્દેશ જાહેર કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું.

જળપ્રલય@જામનગર: સર્વત્ર જળબંબાકારની સ્થિતિ, વહીવટી તંત્ર દ્રારા શાળાઓ બંધ રાખવા નિર્દેશ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિના કારણે લોકોએ મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે રાજ્યના કેટલાક ભાગો તો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ સ્થિતિ એટલી ભંયકર છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ કોસ્ટગાર્ડે દ્વારા લોકોનું રેસ્ક્યૂ કરી રાહતની કામગીરી પહોંચાડવામાં આવી રહી છે. એટલું જ નહીં સ્થાનિક યુવકોની પણ રેસ્ક્યૂ માટે મદદ લેવામાં આવી રહી છે.