IPL: હૈદરાબાદની સામે આ કારણથી ચેન્નાઇની ટીમ છેલ્લી ઓવરમાં મેચ હારી

અટલ સમાચાર, ડેસ્ક મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ આઈપીએલમાં ચેન્નાઇ સુપરકિંગ્સે જીતનો અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. જોકે, અત્યારસુધીની સૌથી સફળ ટીમ ચેન્નાઇને વર્ષ 2020ન આઈપીએલમાં 6 વર્ષ બાદ ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે. આઈપીએલમાં ચેન્નાઇ ગઈકાલે હૈદરાબાદની સામે હારી ગઈ જેના અનેક કારણો છે. આ સાથે જ આ વર્ષે આઈપીએલમાં ચેન્નાઇની આ સતત ત્રીજી હાર
 
IPL: હૈદરાબાદની સામે આ કારણથી ચેન્નાઇની ટીમ છેલ્લી ઓવરમાં મેચ હારી

અટલ સમાચાર, ડેસ્ક

મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ આઈપીએલમાં ચેન્નાઇ સુપરકિંગ્સે જીતનો અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. જોકે, અત્યારસુધીની સૌથી સફળ ટીમ ચેન્નાઇને વર્ષ 2020ન આઈપીએલમાં 6 વર્ષ બાદ ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે. આઈપીએલમાં ચેન્નાઇ ગઈકાલે હૈદરાબાદની સામે હારી ગઈ જેના અનેક કારણો છે. આ સાથે જ આ વર્ષે આઈપીએલમાં ચેન્નાઇની આ સતત ત્રીજી હાર છે, આવું છેલ્લે વર્ષ 2014માં બન્યું હતું. ચેન્નાઇને આ ભૂલો ગઈકાલની મેચમાં ભારે પડી જે જાણીને તમે પણ કહેશો કે હારના આ યોગ્ય કારણો છે.

કેચ છોડ્યા : ચેન્નાઇ સુપરકિંગ્સે 14મી ઑવરના છેલ્લા બોલ પર રવિન્દ્ર જાડેજાની ઑવરમાં પ્રિયમ ગર્ગનો કેચ છોડ્યો હતો. ત્યારે પ્રિયમ પાંચ રને રમી રહ્યો હતો. ત્યારબાદ તેણે 50 રન ફટકાર્યા હતા. જ્યારે 18મી ઑવરના પહેલા બૉલ પર રવિન્દ્ર જાડેજાએ અભિષેક શર્માનો કેચ છોડ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મિડલમાં રન કરવાના ચાન્સ આપ્યા : ચેન્નાઇની બીજી સૌથી મોટી ભૂલ એ હતી કે તેમની પાસે ડેવિડ વૉર્નર અને વિલિયમસનના આઉટ થયા બાદ મેચને કબ્જે કરવાનો ચાન્સ હતો પરંતુ અભિષેક શર્મા અને પ્રિયમ ગર્ગની વિકેટ તેઓ ન લઈ શક્યા અને મેચની વચ્ચેની ઑવરોમાં ઘણા રન ગુમાવ્યા જેના કારણે ટીમ 164નો સ્કોર ખડકી શકી.

ચેન્નાઇની ખરાબ શરૂઆત : ચેન્નાઇ તરફથી ફાફ-ડૂ-પ્લાસી અને શેન વૉટ્સને ઑપનિંગમાં ઉતર્યા હતા. સ્કૉર જોતા એવું લાગી રહ્યું હતું કે બંને સારી રીતે રન કરશે પરંતુ વૉટ્સન માત્ર એક રન બનાવી આઉટ થઈ ગયો જ્યારે બંને ઑપનરે મળીને પહેલા 15 બૉલમાં માત્ર 4 રન બનાવ્યા.

ધોનીની ધીમી બેટિંગ : ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટન એમ.એસ. ધોની ફરી એક વાર ધીમી બેટિંગ કરતા જોવા મળ્યા હતા. તેમણે રવિન્દ્ર જાડેજા સાથે સારી પાર્ટનરશીપ કરી પરંતુ 7મી ઑવરથી બેટિંગમાં આવેલા ધોનીએ 16મી ઑવર સુધી ધીમી બેટિંગ કરી હતી. જાડેજા મોટા શોટ્સ મારી રહ્યા હતા અને ધોની સામા છેડે હતા પરંતુ ધોનીએ પ્રથમ ચોક્કો પણ 10મી ઑવરમાં માર્યો હતો. આમ ધોનીની ધીમી બેટિંગના કારણે ટીમને ઘણું નુકશાન થયું હતું.