આગાહી@ગુજરાત: રાજ્યમાં ધીરે-ધીરે ઘટશે ઠંડી, જાણો ક્યારથી ગરમી વધી શકે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે ગુજરાતીઓને હવે કડકડતી ઠંડીમાંથી ધીરે ધીરે રાહત મળી શકવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે, 24 કલાક સુધી લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ આજથી 4 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. આ સાથે સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાન વધતું જશે અને ઠંડી ઘટતી
 
આગાહી@ગુજરાત: રાજ્યમાં ધીરે-ધીરે ઘટશે ઠંડી, જાણો ક્યારથી ગરમી વધી શકે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે ગુજરાતીઓને હવે કડકડતી ઠંડીમાંથી ધીરે ધીરે રાહત મળી શકવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે, 24 કલાક સુધી લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ આજથી 4 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. આ સાથે સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાન વધતું જશે અને ઠંડી ઘટતી રહેશે. જોકે, ગઇકાલે રવિવારે ઉત્તર-પૂર્વીય દિશાનો પવનનીચલા સ્તરથી ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના અમદાવાદમાં ગઇકાલે 13.8 ડિગ્રી હતી પરંતુ પવનના કારણે વધારે ઠંડીનો અનુભવ થતો હતો. આ સાથે પાટનગર ગાંધીનગરમાં અમદાવાદ કરતા પણ વધુ 8.5 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 7 ડિગ્રી નોંધાઈ હતી. માઉન્ટ આબુમાં છેલ્લા પાંચ દિવસમાં તાપમાનમાં વધ ઘટ નોંધાઈ રહી છે. માઈનસ ચાર ડિગ્રીથી તાપમાનનો પારો ઊંચકાઈને 4.4 ડિગ્રી નોંધાયો હતો. તેમાં છેલ્લા બે દિવસ દરમિયાન તાપમાન બે ડિગ્રી બાદ આજે ફરીથી ઝીરો ડિગ્રી સાથે ઠંડીમાં વધારો નોંધાયો છે. જોકે, વધુ ઠંડીમાં સહેલાણીઓ પણ વધારે મઝા માણી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજયમાં ઠંડીનું પ્રમાણ ઘટવા છતાં આગામી ચારેક દિવસ લઘુતમ તાપમાનમાં એકાદ-બે ડીગ્રી સેલ્શ્યસનો ઘટાડો થવાની શકયતા છે. જો કે દિવસનું ઉષ્ણતામાન બે થી ચાર ડીગ્રી સેલ્શ્યસ વધીને 32થી 35 ડીગ્રી સેલ્શ્યસ સુધી પહોંચી જવાથી રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થવાની શકયતા છે. આગામી ગુરૂવાર પછી રાત્રીના તાપમાનમાં પણ વધારો થવાની અને ઠંડી ઘટવાની આગાહી કરવામાં આવી છે.