આગાહી@ગુજરાત: સાયક્લોનિક સર્કયુલેશન સર્જાતાં આજે અને કાલે કમોસમી વરસાદ પડશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. 18-19 ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં ધીમે ધીમે હવે શિયાળાની ઋતુ વિદાય લઈ રહી છે ત્યારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર કોંકણ અને વિદર્ભમાં સર્જાયું છે જેની અસર ગુજરાતમાં જોવા
 
આગાહી@ગુજરાત: સાયક્લોનિક સર્કયુલેશન સર્જાતાં આજે અને કાલે કમોસમી વરસાદ પડશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. 18-19 ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં ધીમે ધીમે હવે શિયાળાની ઋતુ વિદાય લઈ રહી છે ત્યારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર કોંકણ અને વિદર્ભમાં સર્જાયું છે જેની અસર ગુજરાતમાં જોવા મળશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના કેટલાક વિસ્તારો જેમ કે અમદાવાદ અને વડોદરામાં પણ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં 2 દિવસ સુધી એટલે કે આજે અને આવતીકાલે બેવડી ઋતુની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, નર્મદા, વલસાડ, તાપીમાં વરસાદ પડી શકે છે. વરસાદની આગાહીના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદની અસર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળશે જેમાં બેવડી ઋતુનો અનુભવ થશે.

આગાહી@ગુજરાત: સાયક્લોનિક સર્કયુલેશન સર્જાતાં આજે અને કાલે કમોસમી વરસાદ પડશે
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ફૂંકાતા હળવો વરસાદ વરસી શકે છે. ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ફૂંકાતા દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ઉત્તર કોંકણ અને વિદર્ભમાં સર્ક્યૂલેશન સર્જાતા 19 ફેબ્રુઆરીએ હળવો વરસાદ વરસી શકે છે. જેને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આગામી 2 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીંવત છે. જોકે બાદમાં ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધારો થઇ શકે છે. આ સાથે જ ડાંગ,તાપી,નર્મદામાં માવઠાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.