આગાહી@ગુજરાત: ઉત્તરના પવનના કારણે રાજ્યમાં હજી 3 દિવસ ઠંડીનું પ્રમાણ વધશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની મોસમ જામી છે. રાજ્યમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ વધી શકે છે. ઉત્તર દિશામાંથી આવેલ પવનના લીધે રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. જે હજુ પણ ત્રણ દિવસ યથાવત રહેશે. ઠંડીમાં તંદુરસ્તી મેળવવા લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે. કોરોનાને
 
આગાહી@ગુજરાત: ઉત્તરના પવનના કારણે રાજ્યમાં હજી 3 દિવસ ઠંડીનું પ્રમાણ વધશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની મોસમ જામી છે. રાજ્યમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ ત્રણ દિવસ ઠંડીનું પ્રમાણ વધી શકે છે. ઉત્તર દિશામાંથી આવેલ પવનના લીધે રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. જે હજુ પણ ત્રણ દિવસ યથાવત રહેશે. ઠંડીમાં તંદુરસ્તી મેળવવા લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે. કોરોનાને લઈને લોકો હેલ્થ વિષે વધુ જાગૃત બન્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આગાહી@ગુજરાત: ઉત્તરના પવનના કારણે રાજ્યમાં હજી 3 દિવસ ઠંડીનું પ્રમાણ વધશે
File Photo

કોરોનાકાળ અને કડકડતી ઠંડી વચ્ચે મોટી સંખ્યામાં લોકો કસરત કરતા જોવા મળી રહ્યા છે. આ તરફ કેટલાક વૉકિંગ, જૉગિંગ, યોગ, પ્રાણાયામ કરતા નજરે ચડી રહ્યા છે. રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નલિયામાં રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન 5.6 ડિગ્રી નોધાયું હતુંે જયારે ગાંધીનગર ખાતે ૧૦ ડીગ્રી લઘુત્તમ તાપમાન નોધાયું હતું. અમદાવાદમાં ઠંડીનો પારો 11.6 ડિગ્રી, વડોદરામાં 13.8 ડિગ્રી, સુરતમાં 15.6 ડિગ્રી, રાજકોટમાં 10.8 ડિગ્રી તાપમાન નોધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ પણ ઠંડી વધે તેવી શક્યતા છે.