આગાહી@ગુજરાત: ઉત્તરના બર્ફિલા ઠંડા પવનની અસર વચ્ચે 2 દિવસ રહેશે કડકડતી ઠંડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે પવનની દિશા બદલાઇને ઉત્તરથી દક્ષિણ-ઉત્તરના પવનો શરૂ થયા છે. આ સાથે ઉત્તરના બર્ફિલા ઠંડા પવનની અસર ગુજરાતના વાતાવરણ પર થઇ રહી છે. અમદાવાદ સહિત મોટાભાગનાં શહેરોનાં તાપમાનમાં 1થી 5 ડિગ્રી સુધીનો વધારો થયો છે. રાજ્યમાં નલિયા 8.4 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર બન્યું હતું. જ્યારે ગુજરાતમાં સતત ત્રીજા
 
આગાહી@ગુજરાત: ઉત્તરના બર્ફિલા ઠંડા પવનની અસર વચ્ચે 2 દિવસ રહેશે કડકડતી ઠંડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે પવનની દિશા બદલાઇને ઉત્તરથી દક્ષિણ-ઉત્તરના પવનો શરૂ થયા છે. આ સાથે ઉત્તરના બર્ફિલા ઠંડા પવનની અસર ગુજરાતના વાતાવરણ પર થઇ રહી છે. અમદાવાદ સહિત મોટાભાગનાં શહેરોનાં તાપમાનમાં 1થી 5 ડિગ્રી સુધીનો વધારો થયો છે. રાજ્યમાં નલિયા 8.4 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર બન્યું હતું. જ્યારે ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મોટા ભાગના શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે નોંધાયું છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.8 ડિગ્રી વધીને 27.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી બે દિવસ દરમિયાન નલિયામાં કોલ્ડવેવ રહી શકે છે. ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 કલાક સુધી કોલ્ડવેવની અસર જોવા મળશે. જેથી વર્તમના ઠંડીનું મોજુ જળવાઇ રહેશે. રવિવારે ગાંધીનગરનું લઘુતમ તાપમાન ઘટી 10 ડિગ્રીએ પહોંચી ગયુ હતું. આ સાથે ડિસામાં 9.6 ડિગ્રી, કંડલા 10 ડિગ્રી, વડોદરામાં 13.6 ડિગ્રી, રાજકોટમાં 11.5 ડિગ્રી, ભૂજમાં 11.2 ડિગ્રી, વલસાડમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આગાહી@ગુજરાત: ઉત્તરના બર્ફિલા ઠંડા પવનની અસર વચ્ચે 2 દિવસ રહેશે કડકડતી ઠંડી
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાતીઓના સૌથી મનપસંદ પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ 1.5 ડિગ્રી પહોંચી ગયું છે. જેથી સહેલાણીઓની હાલત કફોડી બની હતી પરંતુ રવિવારની રજામાં ઠંડીની મોજ લેવા માટે સહેલાણીઓ ઉમટ્યા હતા. આટલી ઠંડીમાં પણ તેમણે મઝા માણી હતી.