આગાહી@ગુજરાત: સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા આ જીલ્લામાં આવશે ભારે વરસાદ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં હાલ ચોમાસું વધુ સક્રિય બન્યું છે ત્યારે સોમવારે એટલે આજે અમદાવાદ, સુરત,
 
આગાહી@ગુજરાત: સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા આ જીલ્લામાં આવશે ભારે વરસાદ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં હાલ ચોમાસું વધુ સક્રિય બન્યું છે ત્યારે સોમવારે એટલે આજે અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 4થી 5 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ અને દક્ષિણ અરબી સમુદ્રમાં ભેજવાળા પવન કેન્દ્રિત થતાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. સાઉથ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં લો-પ્રેશર સર્જાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

6 જુલાઈ : દ્વારકા, કચ્છ, ભરૃચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

7 જુલાઈ : દ્વારકા, કચ્છ, આણંદ, પંચમહાલ, દાહોદ, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, મોરબી,ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદને આગાહી.

8 જુલાઈ : પોરબંદર, જુનાગઢ, દ્વારકા, સુરત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી.

હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદને આગાહી કરી છે. સોમવારે એટલે આજે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે. રવિવારે રાતથી જ સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબકડવાનું શરૂ થઈ ગયો છે. આગામી બે દિવસ ભારે રહેશે.