આગાહી@ગુજરાત: લો પ્રેશર સક્રીય થતાં આ જીલ્લાઓમાં અતિભારે વરસાદ આવશે

અટલ સમાચાર, ડેસ્ક કોરોનાના ત્રાસ વચ્ચે ફરી એકવાર આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ ઉતર પશ્ચિમ દીશામાં આગળ વધીને ઓરીસ્સા, મધ્યપ્રદેશ થઈને ગુજરાત ઉપર આવશે. આ સિસ્ટમના કારણેઆગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થશે.
 
આગાહી@ગુજરાત: લો પ્રેશર સક્રીય થતાં આ જીલ્લાઓમાં અતિભારે વરસાદ આવશે

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાના ત્રાસ વચ્ચે ફરી એકવાર આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ ઉતર પશ્ચિમ દીશામાં આગળ વધીને ઓરીસ્સા, મધ્યપ્રદેશ થઈને ગુજરાત ઉપર આવશે. આ સિસ્ટમના કારણેઆગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ દરમિયાન સારો વરસાદ થશે. ત્યારે ક્યા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તે પણ જાહેર કરવામા આવ્યું છે. આ તરફ હજી સુધી ઉત્તર ગુજરાતમાં જોવે એવો વરસાદ ન વરસ્યો હોવાથી ખેડૂતો કાગડોળે મેઘરાજાની રાહ જોઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

આગાહી@ગુજરાત: લો પ્રેશર સક્રીય થતાં આ જીલ્લાઓમાં અતિભારે વરસાદ આવશે
File Photo

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અત્યારે ચોમાસુ પાકને વરસાદી પાણીની જરૂર છે. તેવા સમયે સારા વરસાદની અગાહીના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો સાતમ આઠમ પહેલા સારા વરસાદના કારણે તહેવારોની રોનક પણ જળવાઇ રહશે અને ઉત્સાહથી ખેડૂતો પણ તહેવાર મનાવી શકશે.

  • 4 ઓગસ્ટના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી,અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
  • 5 ઓગસ્ટ એટલે બુધવારે અરવલ્લી, ખેડા ,અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ,જૂનાગઢ, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો ભરૂચ, સુરત, વલસાડ, નવસારી,ડાંગ, તાપી, દમણ,દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
  • 6 ઓગસ્ટના રોજ ખેડા ,અમદાવાદ, વડોદરા,ડાંગ,તાપી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, મોરબી, બોટાદમાં ભારે વરસાદની આગાહી અનેનર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
  • 7 ઓગસ્ટના રોજ વલસાડ, રાજકોટ, જૂનાગઢ, મોરબી, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ જામનગર, પોરબંદર, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તો અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે.