આગાહી@ગુજરાત: આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ આવશે: હવામાન વિભાગ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગે હજુ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાક દરમ્યાન વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશમાં પરિવર્તિત થશે. જેને લઇ દરીયો ગાંડોતૂર બનવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. હાલ રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું હોવાનું સામે આવ્યુ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
આગાહી@ગુજરાત: આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ આવશે: હવામાન વિભાગ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગે હજુ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાક દરમ્યાન વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશમાં પરિવર્તિત થશે. જેને લઇ દરીયો ગાંડોતૂર બનવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. હાલ રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. રાજ્યમાં ત્રણ દિવસ અધિક વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે. નવસારી,વલસાડ, સુરત, ગીરસોમનાથ, પોરબંદર, જામનગર સહીત વરસાદ રહેશે. અગામી 24 કલાક દરમિયાન વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશમાં પરિવર્તિત થશે જેને પગલે દરિયો પણ ગાંડોતૂર થવાની સંભાવના છે. માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.