આગાહી@ગુજરાત: કોરોના વચ્ચે આ વિસ્તારોમાં આગામી 5 દિવસમાં વરસાદ પડી શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે રાજ્યમાં વરસાદને લઇ હવામાન વૈજ્ઞાનિકે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટર વૈજ્ઞાનિક મનોરમા મોહંતિએ કહ્યું હતું કે, 14 જૂન સુધીમાં રાજ્યના 25 MMના બદલે 12 MM વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં 13 MM ઓછો વરસાદ પડ્યો છે. હાલ સમગ્ર ગુજરાતની નહિવત શક્યતા છે. આગામી
 
આગાહી@ગુજરાત: કોરોના વચ્ચે આ વિસ્તારોમાં આગામી 5 દિવસમાં વરસાદ પડી શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે રાજ્યમાં વરસાદને લઇ હવામાન વૈજ્ઞાનિકે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટર વૈજ્ઞાનિક મનોરમા મોહંતિએ કહ્યું હતું કે, 14 જૂન સુધીમાં રાજ્યના 25 MMના બદલે 12 MM વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં 13 MM ઓછો વરસાદ પડ્યો છે. હાલ સમગ્ર ગુજરાતની નહિવત શક્યતા છે. આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 5 દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હાલ અમદાવાદમાં વરસાદની કોઇ શક્યતા નથી માત્રા વાતાવરણ વાછળછાયું રહેશે. 16, 17 અને 18 જૂને દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, દક્ષિણ ગુજરાતમાં ચોમાસું 5 દિવસ વેહલું બેઠું છે. 1 જૂનના રોજ કેરળમાં ચોમાસાની દસ્તક દે છે પરંતુ આ વર્ષે 3 જૂનના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થયું હતું. પરંતુ બંગાળની ખાડીમાં ઉત્તર તરફ લો પ્રેસર અને અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમના પવનો વધુ તેજ બનતાં નેઋત્વ ચોમાસું ઝડપી બન્યું હતું. રાજ્યમાં આગામી 5 દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો અમદાવાદમાં 15 જૂનની આસપાસ પડી શકે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.