આગાહી@ગુજરાત: ભરઉનાળે આ તારીખે આવશે કમોસમી વરસાદ, શું કહ્યું હવામાન વિભાગે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ ઉનાળો બરોબર જામ્યો હોવાથી વાતાવરણ રોજે રોજ વધુને વધુ ગરમ બની રહ્યુ છે. એવામાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ નકારી શકાય નહીં. આ તરફ હવામાન વિભાગ દ્વારા અગત્યની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી
 
આગાહી@ગુજરાત: ભરઉનાળે આ તારીખે આવશે કમોસમી વરસાદ, શું કહ્યું હવામાન વિભાગે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ ઉનાળો બરોબર જામ્યો હોવાથી વાતાવરણ રોજે રોજ વધુને વધુ ગરમ બની રહ્યુ છે. એવામાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ નકારી શકાય નહીં. આ તરફ હવામાન વિભાગ દ્વારા અગત્યની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના વાતાવરણમાં 19 માર્ચ બાદ પલટો આવશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, તાપી, નર્મદામાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ તપતો સૂરજથી રાહત મળશે અને બે દિવસ વાદળ છાયુ વાતાવરણ રહેશે. વાતાવરણમાં એક પ્રકારનો બોઝ અને ભેજ મહેસૂસ થશે. અમદાવાદમાં વરસાદ પહેલા બે દિવસ કાળ ઝાળ ગરમી પડવાની પણ વકી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત ગરમીનો પ્રકોપ રહેશે . 17 થી 19 માર્ચ સુધી કાળઝાળ ગરમી પડશે અને ત્યાર બાદ કમોસમી વરસાદની સંભાવનાઓ છે.