આગાહી@ગુજરાતઃ કાલે ચોમાસાનું વિધિવત આગમન, 3 દિવસ ભારે વરસાદ

અટલ સમાચાર, મહેસાણા રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે થયેલા વરસાદમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વાવણી થઈ ગઈ છે ત્યારે હવે આવતીકાલે રવિવારેથી રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે.આવતીકાલથી રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં
 
આગાહી@ગુજરાતઃ કાલે ચોમાસાનું વિધિવત આગમન, 3 દિવસ ભારે વરસાદ

અટલ સમાચાર, મહેસાણા

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે થયેલા વરસાદમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વાવણી થઈ ગઈ છે ત્યારે હવે આવતીકાલે રવિવારેથી રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે.આવતીકાલથી રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. રાજ્યના હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં કાલથી નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, નર્મદા ભરૂચ સહિતના જિલ્લામાં વરસાદ વરસશે. આ ઉપરાંત પવન પણ ફૂંકાઈ શકે છે. કેરળમાં ચોમાસાના આગમન બાદ મુંબઈના વરસાદ પર રાજ્યના ચોમાસાનો મદાર રહેતો હોય છે. દરમિયાન રાજ્યમાં છેલ્લા 4 દિવસથી અનેક ઠેકાણે ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં મહેસાણા જિલ્લામાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો.

આવતીકાલથી રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે.અગાઉ દેશના હવામાન વિભાગે આ વર્ષે ચોમાસું સારું અને સામાન્ય રહેવાની આગાહી કરી છે. ચક્રાવાતો અને કોરોનાના કહેરની વચ્ચે આવેલી વર્ષાઋતુમાં આવતીકાલથી વિધિવત રીતે મોનસૂનનો વરસાદ નોંધાશે.