આગાહી@ગુજરાત: 4થી 6 જૂન દરમ્યાન આ વિસ્તારોમાં આવશે વરસાદ, જાણો ચોમાસું કેવું રહેશે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં હવે ટૂંક સમયમાં પ્રીમોન્સૂન એક્ટિવીટીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેના ભાગરૂપે અનેક જિલ્લામાં 4થી 6 જૂન દરમ્યાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 જૂનના દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, આણંદ, ભાવનગર, અમરેલી, 5 જૂને બોટાદ, રાજકોટ, જૂનાગઢ, હીર સોમનાથ દીવ જ્યારે છ જૂનના દમણ, દાદરાનગર હવેલી ભાવનગર,
 
આગાહી@ગુજરાત: 4થી 6 જૂન દરમ્યાન આ વિસ્તારોમાં આવશે વરસાદ, જાણો ચોમાસું કેવું રહેશે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં હવે ટૂંક સમયમાં પ્રીમોન્સૂન એક્ટિવીટીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેના ભાગરૂપે અનેક જિલ્લામાં 4થી 6 જૂન દરમ્યાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 જૂનના દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, આણંદ, ભાવનગર, અમરેલી, 5 જૂને બોટાદ, રાજકોટ, જૂનાગઢ, હીર સોમનાથ દીવ જ્યારે છ જૂનના દમણ, દાદરાનગર હવેલી ભાવનગર, મોરબી, કચ્છ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન વિભાગે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તેને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે વર્ષ 2021નું ચોમાસું નૈઋત્યનું અને સામાન્ય રહેવાની આગાહી કરી છે. જેમાં દેશભરમાં જૂનથી સપ્ટેબર સુધીમાં 96થી 104 ટકા જેટલો વરસાદ વરસશે. ઉત્તર પશ્ચિમ ભારતમાં 92થી 108 ટકા, દક્ષિણ ભારતમાં 93થી 107 ટકા, અને ઉત્તર પૂર્વ ભારતમાં 95 ટકાથી ઓછો વરસાદ પડશે. જ્યારે મધ્ય ભારતમાં 106 ટકા જેટલો વરસાદ પડવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે. કેરળમાં 3 જૂને ચોમાસુ બેસશે. તેમજ આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, ડાંગ તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર રાજકોટમાં 3 અને 4 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ (ટ્રફ) છે જેને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.