આગાહી@ગુજરાત: આ વિસ્તારોમાં કમોસમી વરસાદ આવશે, ઉ.ગુ.માં બેવડી ઋતુ અનુભવાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં બેવડી ઋતુ અનુભવાશે તેવું અનુમાન છે. વરસાદની આગાહીના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
આગાહી@ગુજરાત: આ વિસ્તારોમાં કમોસમી વરસાદ આવશે, ઉ.ગુ.માં બેવડી ઋતુ અનુભવાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં બેવડી ઋતુ અનુભવાશે તેવું અનુમાન છે. વરસાદની આગાહીના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં ધીમે-ધીમે હવે શિયાળાની ઋતુ વિદાય લેવાની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર કોંકણ અને વિદર્ભમાં સર્કયુલેશન સર્જાયું છે જેની અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, નર્મદા, વલસાડ, તાપીમાં વરસાદ પડી શકે છે.

આગાહી@ગુજરાત: આ વિસ્તારોમાં કમોસમી વરસાદ આવશે, ઉ.ગુ.માં બેવડી ઋતુ અનુભવાશે
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વરસાદની અસર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળશે જેમાં બેવડી ઋતુનો અનુભવ થશે. આવતીકાલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે, ત્યાં સૌરાષ્ટ્રમાં અલગ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં વહેલી સવારે ધુમ્મસભર્યુ વાતાવરણ દેખાઈ રહ્યું હતું જેમાં વિઝીબીલીટી 100 મીટરથી પણ ઓછી જોવા મળી. આ કારણથી વાહનચાલકો પરેશાન થયા હતા.