આગાહી@ગુજરાત: 14 માર્ચ પછી તાપમાનમાં થશે વધારો, હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે હવામાન વિભાગે ઉનાળાને લઇ સત્તાવાર જાહેરાત કરી છે. ગુજરાતમાં ગયા વર્ષે ઉનાળો એવો બેઠો કે લોકોએ લોકડાઉનમાં ફસાવું પડ્યુ. ત્યારે હવે ગુજરાતમાં ફરીથી ઉનાળો આવી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થતો હયો પરંતુ આજથી વિધિવત ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. અટલ સમાચાર આપના
 
આગાહી@ગુજરાત: 14 માર્ચ પછી તાપમાનમાં થશે વધારો, હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે હવામાન વિભાગે ઉનાળાને લઇ સત્તાવાર જાહેરાત કરી છે. ગુજરાતમાં ગયા વર્ષે ઉનાળો એવો બેઠો કે લોકોએ લોકડાઉનમાં ફસાવું પડ્યુ. ત્યારે હવે ગુજરાતમાં ફરીથી ઉનાળો આવી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થતો હયો પરંતુ આજથી વિધિવત ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં ઉનાળાની આજથી શરૂઆત થઇ છે તેવી હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. આકરા ઉનાળા માટે તૈયાર થઇ જાવ કેમ કે માર્ચ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીની આગાહી હવામાને આપી છે. આ સાથે 14 માર્ચ પછી તાપમાનમાં વધારો થવાની પણ આગાહી કરી છે. આ વર્ષે શરૂઆતથી જ કાળઝાળ ગરમીની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, ડીસા અને નલિયા સહીત ગરમીનો અહેસાસ થશે ત્યારે 14થી 15 માર્ચ બાદ તાપમાન વધારો થવાની શક્યતા આપી છે.