આગાહી@ ગુજરાત: આગામી સપ્તાહ સુધી હજી કડકડતી ઠંડીનો અહેસાસ થશે

અટલ સમાચાર, ડેસ્ક આગામી અઠવાડિયુ ગુજરાતમાં રેકોર્ડબ્રેક ઠંડી પડશે. ગુજરાતમાં ગઈકાલ રાતે જ તાપમાનનો પારો 8 ડિગ્રીએ પહોંચ્યો હતો. આવનારા દિવસોમાં આ પારો હજુ બેથી 3 ડીગ્રી ઘટવાની હવામાન વિભાગની આગાહી છે. ગુજરાતમાં હજુ અઠવાડિયું રહેશે કડકડતી ઠંડી. ઉત્તર ભારતમાં ભારે હિમ વર્ષા થતા ઠંડી રહેશે. રાજયમાં ઠંડીનો પારો 8 ડીગ્રી સુધી પહોંચી શકે છે.
 
આગાહી@ ગુજરાત: આગામી સપ્તાહ સુધી હજી કડકડતી ઠંડીનો અહેસાસ થશે

અટલ સમાચાર, ડેસ્ક

આગામી અઠવાડિયુ ગુજરાતમાં રેકોર્ડબ્રેક ઠંડી પડશે. ગુજરાતમાં ગઈકાલ રાતે જ તાપમાનનો પારો 8 ડિગ્રીએ પહોંચ્યો હતો. આવનારા દિવસોમાં આ પારો હજુ બેથી 3 ડીગ્રી ઘટવાની હવામાન વિભાગની આગાહી છે. ગુજરાતમાં હજુ અઠવાડિયું રહેશે કડકડતી ઠંડી. ઉત્તર ભારતમાં ભારે હિમ વર્ષા થતા ઠંડી રહેશે. રાજયમાં ઠંડીનો પારો 8 ડીગ્રી સુધી પહોંચી શકે છે. હિમાચલ, કાશ્મીરની હિમ વર્ષાની ગુજરાતમાં પણ અસર જોવા મળે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

હાલમાં ગુજરાતમાં ઉત્તર પુર્વના પવનને કારણે ઠંડી વધી છે આવનારા અઠવાડીયા સુધી રહેશે ઠંડીનું જોર રહેશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં પણ ગામડાઓમાં પણ ઠંડીનો પારો ગગડ્યો છે. નલિયા ઠંડુગાર થઈ જાય છે. બનાસકાંઠાને અડીને આવેલું રાજસ્થાનનું માઉન્ટઆબુ ઠંડીમાં ઠુંઠવાયું છે. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ 1 ડીગ્રી પહોંચ્યો.પહોંચી ગયો છે. ઠંડી વધતા માઉન્ટ આબુના ખુલ્લા સ્થળો,સોલાર પ્લેટો, નક્કી ઝીલમાં હોડીયોમાં અને વાહનો પર બરફની હલકી ચાદર પથરાઈ ગઈ હતી.ઉતર ભારત માં થયેલી હિમવર્ષા ને કારણે ઠંડીનું પ્રમાણમાં ખુબજ વધારો થયો છે.