આગાહી@ગુજરાત: રાજ્યમાં હજુ રહેશે વરસાદી માહોલ, નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ઘણા દિવસોથી તો સતત વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે વધૂ થોડા દિવસ સુધી અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં હમણાં છૂટાછવાયા વરસાદની શકયતા હોવાનું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અટલ સમાચાર
 
આગાહી@ગુજરાત: રાજ્યમાં હજુ રહેશે વરસાદી માહોલ, નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ઘણા દિવસોથી તો સતત વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે વધૂ થોડા દિવસ સુધી અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં હમણાં છૂટાછવાયા વરસાદની શકયતા હોવાનું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શકયતા પણ જણાવવામાં આવી હતી. જો કે દક્ષિણ ગુજરાતમાં 25 સપ્ટેમ્બર બાદ સારો વરસાદ પડે તેવી આગાહી છે. જોકે આટલો વરસાદ પડવા છતાં હજુ પણ એક અનુમાન મુજબ 17 ટકા જેટલા વરસાદની ઘટ હોવાનું જાણવા મળ્યું હતું. વરસાદના કારણે ઘણા બધા ડેમ છલકાઈ ગયા હતા. નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો હતો. એક દિવસમાં ડેમની સપાટી 50 સેન્ટીમીટર વધી હતી. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડવાના કારણે ઉપરવાસમાંથી 18 હજાર 11 કયુસેક જેટલાં પાણીની આવક થઈ હતી. હાલ ડેમની સપાટી 122.54 મીટરે પહોંચી ગઈ છે. અને હવે નર્મદા ડેમ 68 થી 70 ટકા જેટલો ભરાયો હોવાના અહેવાલ છે.