આગાહી@ગુજરાત: 5 દિવસ સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે, ઉ.ગુ.માં સામાન્યથી હળવો વરસાદ આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે મેઘરાજાનું એક નાટકીય સ્વરૂપ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જોવા મળી રહ્યુ છે. રાજ્યનાં ઘણા વિસ્તારો એવા છે કે, જ્યા મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જ્યારે ઘણા એવા વિસ્તારો છે કે જ્યા મેઘરાજા આજે પણ સંતાકૂકડી રમી રહ્યા છે. રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી
 
આગાહી@ગુજરાત: 5 દિવસ સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે, ઉ.ગુ.માં સામાન્યથી હળવો વરસાદ આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે મેઘરાજાનું એક નાટકીય સ્વરૂપ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જોવા મળી રહ્યુ છે. રાજ્યનાં ઘણા વિસ્તારો એવા છે કે, જ્યા મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જ્યારે ઘણા એવા વિસ્તારો છે કે જ્યા મેઘરાજા આજે પણ સંતાકૂકડી રમી રહ્યા છે. રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં સમાન્ય હળવા વરસાદની આગાહી કરાઇ છે. જેમાં મહેસાણા, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતમાં હળવો વરસાદ રહેશે. મધ્ય ગુજરાતનાં ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ઉપરાંત ઉત્તર ગુજરામાં પણ ભારે વરસાદની આગાહી છે. વળી રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદી માહોલ રહેશે. મળી રહેલી માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમથી મેઘરાજાની આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં આગામી 5 દિવસ બાદ રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળશે. એવા ઘણા વિસ્તારો છે કે જ્યા મેઘો તાંડવ પણ મચાવી શકે છે. જણાવી દઇએ કે, દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી બફારાથી કંટાળી ગયેલા અમદાવાદ અને ગાંધીનગરવાસીઓ માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે. આ બે શહેરોમાં પણ વરસાદ પડશે. અંબાલાલ પટેલનાં કહેવા મુજબ આગામી 23 જૂલાઇએ લો પ્રેશર બનશે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહે તેવી શક્યતા છે અને 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચન કરાયા છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો