આગાહી@ગુજરાત: વરસાદ, પાક અને ચોમાસાની વિદાયને લઇ શુ કહ્યુ અંબાલાલે ?

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં હવામાવ નિષ્ણાત અંબાલાલ પટેલે 30 સપ્ટેમ્બરથી 8મી ઓક્ટોબર સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. વરસાદ ઉપરાંત અંબાલાલ પટેલે અન્ય સાત જેટલી આગાહી પણ કરી છે. જેમાં શિયાળું પાક, તડકો, પાકમાં ઇયળોનો ઉપદ્રવ વગેરે સામેલ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો હવામાન નિષ્ણાત
 
આગાહી@ગુજરાત: વરસાદ, પાક અને ચોમાસાની વિદાયને લઇ શુ કહ્યુ અંબાલાલે ?

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં હવામાવ નિષ્ણાત અંબાલાલ પટેલે 30 સપ્ટેમ્બરથી 8મી ઓક્ટોબર સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. વરસાદ ઉપરાંત અંબાલાલ પટેલે અન્ય સાત જેટલી આગાહી પણ કરી છે. જેમાં શિયાળું પાક, તડકો, પાકમાં ઇયળોનો ઉપદ્રવ વગેરે સામેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન નિષ્ણાત તરફથી અલગ અલગ સાત આગાહી કરવામાં આવી છે. જેમાં વરસાદની સાથે સાથે ખેડૂતોને ક્યા પાકમાં લાભ થશે, કયા પાકમાં ઇયળનો ઉપદ્રવ રહેશે વગેરે સામેલ છે. અંબાલાલે આગાહી કરી છે કે રાજ્યમાં 30 ઓક્ટોબરથી 8 નવેમ્બર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજ્યમાંથી ચોમાસાની વિદાય પણ મોડી થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. આ ઉપરાંત કપાસના પાકમાં નુકસાનની ભીતિ પણ તેઓએ સેવી છે. જ્યારે શિયાળું પાક ખેડૂતો માટે સારા રહેવાની આશા વ્યક્ત કરી છે. અંબાલાલના મતે ઓક્ટોબર મહિનામાં સખત તડકો પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારમાં અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું હોવાથી આગામી ત્રણ દિવસ અમદાવાદ શહેર સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ઝાપટાંથી માંડી હળવો વરસાદ પડી શકે છે. આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને છોટાઉદેપુર વિસ્તારમાં ઝાપટાંની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ખેડૂતો માટે અંબાલાલ પટેલની આગાહી:

  1. ઓક્ટોબરમાં પડશે વરસાદ
  2. દરિયા કિનારે ફૂંકાશે પવન
  3. ચોમાસું જવામાં વાર લાગશે
  4. કપાસના પાકમાં થશે નુકસાન
  5. શિયાળુ પાક રહેશે સારા
  6. પાકમાં ઇયળનો ઉપદ્રવ વધશે
  7. ઓકટોબરમાં સખત તડકો પડશે