આગાહી@ઉ.ગુ: મહેસાણા-બનાસકાંઠામાં તાપમાન ગગડ્યુ, હજુ ઠંડી વધશે

અટલ સમાચાર, મહેસાણા ચોમાસાની જેમ આ વર્ષે શિયાળો પણ જોરદાર રહેવાનો છે. હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જે આગામી દિવસોમાં હજુ વધશે એટલું જ નહીં સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં ઠરી જતો શિયાળો માર્ચ સુધી લંબાશે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં હજુ ઠંડી વધશે. ઉત્તરભારતમાં હિમવર્ષાની અસર ગુજરાતમાં જોવા મળી રહે છે.
 
આગાહી@ઉ.ગુ:  મહેસાણા-બનાસકાંઠામાં તાપમાન ગગડ્યુ, હજુ ઠંડી વધશે

અટલ સમાચાર, મહેસાણા

ચોમાસાની જેમ આ વર્ષે શિયાળો પણ જોરદાર રહેવાનો છે. હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જે આગામી દિવસોમાં હજુ વધશે એટલું જ નહીં સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં ઠરી જતો શિયાળો માર્ચ સુધી લંબાશે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં હજુ ઠંડી વધશે. ઉત્તરભારતમાં હિમવર્ષાની અસર ગુજરાતમાં જોવા મળી રહે છે. શિયાળો માર્ચ-એપ્રિલ સુધી લંબાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આગાહી@ઉ.ગુ:  મહેસાણા-બનાસકાંઠામાં તાપમાન ગગડ્યુ, હજુ ઠંડી વધશે
File Photo

દેશભરમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. નલિયામાં સૌથી ઓછું 6 ડિગ્રી તાપમાન છે. જ્યારે રાજકોટમાં 8, ભૂજમાં 9 ડિગ્રી તાપમાન થયું છે. તો અમરેલીમાં 9, ડિસામાં 9 ડિગ્રી, અમદાવાદમાં 10 અને કંડલામાં 10 ડિગ્રી તાપમાન થયું છે. તો ઈડરમાં 10 જ્યારે વડોદરા, પોરબંદર અને ભાવનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અને સુરતમાં 14 ડિગ્રી તાપમાન છે.