આગાહી@ઉ.ગુ: ભાદરવાની ગરમી વચ્ચે 48 કલાકમાં સામાન્ય વરસાદ આવી શકે

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 10 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 11 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનિય છે કે, અગાઉ આવેલા ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતોને કૃષિપાકમાં ભારે નુકશાની
 
આગાહી@ઉ.ગુ: ભાદરવાની ગરમી વચ્ચે 48 કલાકમાં સામાન્ય વરસાદ આવી શકે

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 10 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 11 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનિય છે કે, અગાઉ આવેલા ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતોને કૃષિપાકમાં ભારે નુકશાની વેઠવી પડી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 10 સપ્ટેમ્બરથી ફરી વરસાદી હોલ જામવા માંડશે. આગાહી મુજબ 10 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહીસાગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. 11 સપ્ટેમ્બરે દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, 12મી સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દીવ, કચ્છ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.