આગાહી@ઉ.ગુ.: આગામી બે દિવસ ગરમી સાથે પવનની ગતિ પણ વધશે

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં આગામી બે દિવસોમાં રાજ્યનાં વિવિધ શહેરોમાં ગરમી વધશે. આ સાથે પવનની ગતિ વધવાની શક્યતા પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સપ્તાહના અંતમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે આંધી જેવું વાતાવરણ સર્જાય. જ્યારે બીજા સપ્તાહમાં ભારે પવન સાથે ગરમી લાગશે. સપ્તાહના અંતમાં ગરમ લાહ્ય પવન ફૂંકાવાની સાથે આંશિક
 
આગાહી@ઉ.ગુ.: આગામી બે દિવસ ગરમી સાથે પવનની ગતિ પણ વધશે

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં આગામી બે દિવસોમાં રાજ્યનાં વિવિધ શહેરોમાં ગરમી વધશે. આ સાથે પવનની ગતિ વધવાની શક્યતા પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સપ્તાહના અંતમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે આંધી જેવું વાતાવરણ સર્જાય. જ્યારે બીજા સપ્તાહમાં ભારે પવન સાથે ગરમી લાગશે. સપ્તાહના અંતમાં ગરમ લાહ્ય પવન ફૂંકાવાની સાથે આંશિક વાદળછાયું વાતાવરણ સર્જાઇ શકે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સપ્તાહના અંતમાં ઉત્તર ગુજરાતમાં ભારે પવન વચ્ચે ધૂળની આંધી જેવું વાતાવરણ બને. આ સાથે ચોથા સપ્તાહમાં આખુ સપ્તાહ આંશિક વાદળછાયું રહેવાના કારણે ગરમી સાથે ભારે ઉકળાટનો સામનો કરવો પડે. ઉત્તર ગુજરાતના એક બે વિસ્તારોમાં છુટાછવાયાં ઝાંપટાં પડી શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સરક્યુલેશનની અસરોથી આગામી 24 કલાક દરમિયાન ભારે પવન ફૂંકાવાની સાથે ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. હવામાન વિભાગે મે મહિનામાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી હતી. જેમા તેમણે કહ્યું હતું કે, મે મહિનાના પ્રથમ સપ્તાહમાં આકરી ગરમી રહેશે. ગરમી 43 ડિગ્રીને પાર જવાની શક્યતા.

આ દરમ્યાન છુટાછવાયા વિસ્તારોમાં છાંટા પડવાની શક્યતા. આ સાથે ત્રીજા સપ્તાહની શરૂઆતમાં ગરમ લાહ્ય પવન ફૂંકાવાની સાથે રેકોર્ડબ્રેક ગરમીની શક્યતા દર્શાવી હતી. હવામાન વિભાગનાં આંકડા પ્રમાણે, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 1.9 ડિગ્રી વધીને 27.9 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સુરેન્દ્રનગરમાં 43.3, રાજકોટમાં 43.0, અમરેલીમાં 42.6, ગાંધીનગરમાં 42.0, વડોદરામાં 41.3, ડીસામાં 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.