આગાહીઃ જૂનના આ 5 દિવસ સર્વત્ર ગુજરાતમાં થશે મેઘો મહેરબાન

અટલ સમાચાર, ડેસ્ક આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. આજથી એટલે 18 જૂનથી રાજ્યમાં વરસાદી માહોલ રહશે. અને 21થી 25 જૂનના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ,સૌરાષ્ટ્ર -કચ્છના ભાગોમાં વરસાદ થશે. તેમજ બંગાળ ઉપસાગર અને અરબી સમુદ્રના વહનનું હળવું દબાણ દેશના મધ્યપ્રાંતમાં રહેતું હોવાથી 29 જૂનથી 7 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થશે. રાજ્યમાં સાર્વત્રિક
 
આગાહીઃ જૂનના આ 5 દિવસ સર્વત્ર ગુજરાતમાં થશે મેઘો મહેરબાન

અટલ સમાચાર, ડેસ્ક

આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. આજથી એટલે 18 જૂનથી રાજ્યમાં વરસાદી માહોલ રહશે. અને 21થી 25 જૂનના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ,સૌરાષ્ટ્ર -કચ્છના ભાગોમાં વરસાદ થશે. તેમજ બંગાળ ઉપસાગર અને અરબી સમુદ્રના વહનનું હળવું દબાણ દેશના મધ્યપ્રાંતમાં રહેતું હોવાથી 29 જૂનથી 7 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થશે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે. ખેડૂતો પણ ફરી સારા વરસાદની રાહ જોઇ રહ્યા છે. પ્રી મોનસૂન વરસાદ સારો થતા ખેડૂતોએ વાવણી કરી દીધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સામાન્ય થી મધ્યમ વરસાદ થશે. જોકે, હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે 21 જૂનના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહશે.સૌરાષ્ટ્ર માં ગીર સોમનાથ, અમરેલી તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 37 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અને સૌથી વધુ ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકામાં 1 ઇંચ વરસાદ થયો છે. તો સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં પણ પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 32 તાલુકામાં સરેરાશ અડધો ઇંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. મેઘરાજાનું વિધિવત આગમન થયા બાદ સાર્વત્રિક વરસાદની પણ રાહ જોવાઇ રહી છે. ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે , 29 જૂનથી 7 જુલાઈમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ જશે.