ચક્રવાતની આગાહીઃ 12 કલાકમાં ભારે તોફાન ઉદભવશે

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય હવામાન વિભાગે આજે એટલે કે શનિવારે જણાવ્યું છે કે, હિંદ મહાસાગર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં દબાણ સર્જાયું છે. જે ઉત્તર પશ્ચિમની તરફ વધી રહ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી 12 કલાક દરમિયાન આ વાવાઝોડું પ્રચંડ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ તેવી આશંકા છે. સાથે જ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ
 
ચક્રવાતની આગાહીઃ 12 કલાકમાં ભારે તોફાન ઉદભવશે

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય હવામાન વિભાગે આજે એટલે કે શનિવારે જણાવ્યું છે કે, હિંદ મહાસાગર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં દબાણ સર્જાયું છે. જે ઉત્તર પશ્ચિમની તરફ વધી રહ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી 12 કલાક દરમિયાન આ વાવાઝોડું પ્રચંડ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ તેવી આશંકા છે. સાથે જ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપી છે.

હવામાન વિભાગે કહ્યું કે, આગામી 12 કલાકોમાં આ વાવાઝોડું ચક્રવાતી તોફાન અને તે પછીના 24 કલાકમાં પ્રચંડ ચક્રવાતી તોફાનમાં બદલાઈ તેવી આશંકા છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે, રવિવારે 80-90 કિમી પ્રતિ કલાકથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અને દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં દરિયામાં ઊંચાં મોજાંઓ ઊછળી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તમિલનાડુ અને પુડ્ડુચેરી, કોમોરિન,મન્નારની ખાડી અને કેરળનાં તટો પર 30-40 કિમી પ્રતિ કલાકથી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પોતાની ચેતવણીમાં હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ આપી છે.