આગાહી@ઉ.ગુ: 2 થી 4 જાન્યુઆરી સુધી હળવો વરસાદ આવશે, તંત્ર દ્રારા સાવચેતી રાખવા અપીલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ તરફ જીલ્લા કલેક્ટર દ્રારા પાક નુકસાની ન થાય તે બાબતે સાવચેતી રાખવા બાબતે પરિપત્ર જાહેર કરાયો છે. ઉત્તર ગુજરાતના APMC, ખેતપેદાશો, ઘાસચારો તમામને તકેદારીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવાની ભલામણ કરાઈ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
આગાહી@ઉ.ગુ: 2 થી 4 જાન્યુઆરી સુધી હળવો વરસાદ આવશે, તંત્ર દ્રારા સાવચેતી રાખવા અપીલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ તરફ જીલ્લા કલેક્ટર દ્રારા પાક નુકસાની ન થાય તે બાબતે સાવચેતી રાખવા બાબતે પરિપત્ર જાહેર કરાયો છે. ઉત્તર ગુજરાતના APMC, ખેતપેદાશો, ઘાસચારો તમામને તકેદારીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવાની ભલામણ કરાઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના નવા વર્ષે 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી સુધી હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઇ બનાસકાંઠા કલેક્ટર દ્વારા હવામાન વિભાગ તરફથી મળેલ આગાઈ મુજબ પાક નુકસાની ન થાય તે બાબતે સાવચેતી રાખવા બાબતે પરિપત્ર જાહેર કરાયો છે. આ સિવાય રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાઈ શકે છે.

આગાહી@ઉ.ગુ: 2 થી 4 જાન્યુઆરી સુધી હળવો વરસાદ આવશે, તંત્ર દ્રારા સાવચેતી રાખવા અપીલ
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, 2 અને 3 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ દાહોદમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં પલટો આવવાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. કમોસમી વરસાદ થશે તો શિયાળુ પાકને મોટી નુકશાની જવાની ભીતિ સેવાઈ રહી છે.