આગાહી@ઉ.ગુ: અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય, 4 જીલ્લામાં આવશે વરસાદ

અટલ સમાચાર,ડેસ્ક હવામાન વિભાગે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આગામી 30 કલાક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ મહેસાણા, સાબરકાંઠામાં બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે. નોંધનિય છે કે, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ જતાં આગાહી કરાઇ
 
આગાહી@ઉ.ગુ: અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય, 4 જીલ્લામાં આવશે વરસાદ

અટલ સમાચાર,ડેસ્ક

હવામાન વિભાગે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આગામી 30 કલાક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ મહેસાણા, સાબરકાંઠામાં બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે. નોંધનિય છે કે, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ જતાં આગાહી કરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં વરસાદના લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે. જેને કારણે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઇને કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીમાં વડિયામાં પોણા બેં ઇંચ વરસાદ, જૂનાગઢ અને રાજૂલામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ જ્યારે અમદાવાદ અને થરાદમાં સવા-સવા ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ અમરેલીના વડિયા તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં દોઢ ઈંચ, રાજુલામાં દોઢ ઈંચ, મહેમદાવાદમાં સવા ઈંચ, થરાદમાં સવા ઈંચ, સાણંદમાં 1 ઈંચ, વાઘોડિયામાં 1 ઈંચ, ધ્રાંગધ્રામાં 1 ઈંચ, કવાંટમાં 1 ઈંચ, વાંકાનેરમાં પોણો, અમદાવાદમાં પોણો ઈંચ, આણંદમાં પોણો ઈંચ, જસદણમાં પોણો ઈંચ, ધોળકામાં પોણો ઈંચ અને ધાનેરામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.