આગાહી@ઉ.ગુ: લઘુત્તમ તાપમાન 7 ડીગ્રી નીચું જવાની શક્યતાં: અંબાલાલ પટેલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે ઠંડીને લઇ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે, 27થી 30 ડિસેમ્બર સુધી ઠંડીનું જોર વધશે. ઉતરભારતમાં હિમ વર્ષના કારણે રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે. ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 7 ડીગ્રી નીચું જવાની શક્યતાં છે. તો 28થી 29 ડિસેમ્બરના અમદાવાદ, ગાંધીનગર
 
આગાહી@ઉ.ગુ: લઘુત્તમ તાપમાન 7 ડીગ્રી નીચું જવાની શક્યતાં: અંબાલાલ પટેલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે ઠંડીને લઇ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે, 27થી 30 ડિસેમ્બર સુધી ઠંડીનું જોર વધશે. ઉતરભારતમાં હિમ વર્ષના કારણે રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે. ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 7 ડીગ્રી નીચું જવાની શક્યતાં છે. તો 28થી 29 ડિસેમ્બરના અમદાવાદ, ગાંધીનગર લઘુતમ તાપમાન 8 ડીગ્રી આસપાસ નોંધાશે. તેમજ રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં ઠંડીનું જોર વધશે.તેના કારણે ઘઉંના પાકને ફાયદો થશે. પરંતુ બીજી તરફ જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ અને અરબી સમુદ્રમાં એક લો પ્રેશર બનવાની શક્યતાં છે. જેના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને વાદળછાયું વાતવારણ થશે. જેને લઇ જીરૂના પાકને વિપરીત અસર થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમજ ઉત્તરાયણના સમયે ફરી ઠંડીનું જોર વધશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ચાલુ વર્ષે શિયાળાની ઋતુના દોઢ મહિનો પૂર્ણ થવા આવ્યો છે. પરંતુ કડકડતી ઠંડીનો અહેસાસ થયો નથી.એવી પણ ઠંડી પડી નથી કે, આખો દિવસ સ્વેટર પહેરીને ફરવું પડે. જોકે હવામાન વિભાગે 28થી 29 ડિસેમ્બરના કોલ્ડવેવની આગાહી કરી છે. નલિયા ,રાજકોટમાં કોલ્ડવેવની આગાહી કરી છે. તો અન્ય શહેરોના લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે તેવું જણાવ્યું છે.