આગાહી@ઉ.ગુ: વાવાઝોડું તો ગયુ પણ આજે અને કાલે સામાન્યથી ભારે વરસાદ આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાંથી વાવાઝોડાએ વિદાય તો લઇ લીધી તેમ છતાં આજે અને કાલે ઉત્તર ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ તા.19 મે બુધવારે અને 20 મે બુધવારે મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જીલ્લામાં વરસાદની આગાહી કરાઇ છે. નોંધનિય છે કે, ગઇકાલે આવેલા વાવાઝોડામાં પવન સાથે વરસાદી
 
આગાહી@ઉ.ગુ: વાવાઝોડું તો ગયુ પણ આજે અને કાલે સામાન્યથી ભારે વરસાદ આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાંથી વાવાઝોડાએ વિદાય તો લઇ લીધી તેમ છતાં આજે અને કાલે ઉત્તર ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ તા.19 મે બુધવારે અને 20 મે બુધવારે મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જીલ્લામાં વરસાદની આગાહી કરાઇ છે. નોંધનિય છે કે, ગઇકાલે આવેલા વાવાઝોડામાં પવન સાથે વરસાદી માહોલ સર્જાયા બાદ વૃક્ષો ધરાશાઇ થયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતમાં આજે અને આવતીકાલે સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જે મુજબ 19 મેના રોજ બુધવારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે 20 મેના રોજ બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઇ છે. તૌકતે વાવાઝોડા પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ મંગવારના દિવસે ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આજે પણ ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, હવામાન વિભાગની આગાહીને લઇ રાજ્યમાં હજી બે ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બુધવાર, ગુરૂવાર અને શુક્રવાર સુધી વરસાદની આગાહી છે. જેમાં ગુરૂવાર-શુક્રવાર સુધી ઉત્તરગુજરાતમાં હળવાથી મધ્યપ્રકારનો વરસાદ રહેશે. બુધવારે રાજ્યમાં 40 કી.મી થઈ 50 કી.મી.ની ઝડપે પવન ફુંકાવવવાની શક્યતાઓ છે