આગાહી@ગુજરાત: હિમવર્ષાનાં કારણે આગામી 10 દિવસ ઠંડા પવનો ફૂંકાશે

અટલ સમાચાર,ડેસ્ક દેશ સહિત ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાનાં કારણે ગુજરાતમાં આગામી 10 દિવસ અતિભારે ઠંડી અને પવનો ફૂંકાશે. ગઇકાલે કચ્છનાં વડા મથક ભુજમાં નલિયા કરાત પણ વધારે ઠંડી પડી હતી. ભુજનું લઘુતમ તાપમાન 7 ડિગ્રી જ્યારે નલિયામાં 8 ડિગ્રી તાપમાન હતું.
 
આગાહી@ગુજરાત: હિમવર્ષાનાં કારણે આગામી 10 દિવસ ઠંડા પવનો ફૂંકાશે

અટલ સમાચાર,ડેસ્ક

દેશ સહિત ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાનાં કારણે ગુજરાતમાં આગામી 10 દિવસ અતિભારે ઠંડી અને પવનો ફૂંકાશે. ગઇકાલે કચ્છનાં વડા મથક ભુજમાં નલિયા કરાત પણ વધારે ઠંડી પડી હતી. ભુજનું લઘુતમ તાપમાન 7 ડિગ્રી જ્યારે નલિયામાં 8 ડિગ્રી તાપમાન હતું. આ સાથે અમદાવાદમાં 11 ડિગ્રી અને ગાંધીનગરમાં 12 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

આગાહી@ગુજરાત: હિમવર્ષાનાં કારણે આગામી 10 દિવસ ઠંડા પવનો ફૂંકાશે
File Photo

રાજકોટમાં બુધવારે 8.07 ડિગ્રી તાપમાન રહ્યું હતું. આખો દિવસ વાદળીયુ વાતાવરણ રહ્યું હતું. વિઝીબીલિટી સાવ ઘટી ગઈ હતી અને નજીકનું પણ સ્પષ્ટ દેખાતું ન હતું. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આવનારા દિવસોમાં હજુ ઠંડી વધશે અને 24 કલાક સુધી વાદળિયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં પણ ગઇકાલે વાદળિયું વાતાવરણ હતું. ગુજરાતમાં આગામી 10 દિવસ અતિ ભારે ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે આ આગાહી કરવામાં આવી છે. જેની અસરને કારણે વહેલી સવારે અને રાતે અનેક જગ્યાએ લોકો તાપણી કરતા જોવા મળે છે.

આગાહી@ગુજરાત: હિમવર્ષાનાં કારણે આગામી 10 દિવસ ઠંડા પવનો ફૂંકાશે
File Photo

વર્ષની શરૂઆતમાં જ રાજ્યભરમાં શીત લહેર ફરી વળી છે. ગઇકાલે રાજ્યના સાત શહેરો એવા હતા જ્યાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ગગડી ચૂક્યો છે. આ શહેરોમાં ભુજ, નલિયા, અમરેલી, રાજકોટ, કેશોદ, કંડલા અને કંડલા બંદરનો સમાવેશ થયો હતો. દિલ્હીની ઠંડીએ ગત સોમવારે 119 વર્ષનો રેકોર્ડ તોડયો હતો જ્યારે મંગળવારે પણ તેવી જ સ્થિતિ જોવા મળી હતી. જ્યારે દિલ્હીમાં થોડી રાહત રહે તેવી આગાહી ગવામાન વિભાગે કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ચાર જાન્યુઆરી સુધી તાપમાનમાં કોઇ ઠંડી નહીં રહે અને તાપમાનમાં વધારો થઇ શકે છે.