આગાહી@ગુજરાત: રાજ્યમાં ગુરૂવારથી ફરી કાતિલ ઠંડીની સંભાવના

અટલ સમાચાર,ડેસ્ક ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં છેલ્લા 3 દિવસની સરખામણીએ ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. જોકે, ઠંડીએ બે દિવસ પૂરતો જ વિરામ લીધો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુરૂવારથી તાપમાન 3-4 ડિગ્રી ઘટતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળી શકે છે. આગામી 48 કલાક ઠંડીમાં વધારો થવાની સંભાવના નથી. પરંતુ ત્યારબાદ સરેરાશ લઘુતમ તાપમાન 3-4 ડિગ્રી સુધી
 
આગાહી@ગુજરાત: રાજ્યમાં ગુરૂવારથી ફરી કાતિલ ઠંડીની સંભાવના

અટલ સમાચાર,ડેસ્ક

ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં છેલ્લા 3 દિવસની સરખામણીએ ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. જોકે, ઠંડીએ બે દિવસ પૂરતો જ વિરામ લીધો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુરૂવારથી તાપમાન 3-4 ડિગ્રી ઘટતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળી શકે છે. આગામી 48 કલાક ઠંડીમાં વધારો થવાની સંભાવના નથી. પરંતુ ત્યારબાદ સરેરાશ લઘુતમ તાપમાન 3-4 ડિગ્રી સુધી ઘટી શકે છે. રાજ્યભરમાં આજે સરેરાશ લઘુતમ તાપમાન 11 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. નલિયામાં 11.2 ડિગ્રી સાથે સૌથી વધારે ઠંડી નોંધાઇ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આગાહી@ગુજરાત: રાજ્યમાં ગુરૂવારથી ફરી કાતિલ ઠંડીની સંભાવના
File Photo

રવિવારે અમદાવાદમાં 15.4 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.2 ડિગ્રીનો જ્યારે 29.5 સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.8 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં સોમવારે હજુ વધારે ઠંડીમાં ઘટાડો થશે અને સરેરાશ લઘુતમ તાપમાન 18 ડિગ્રી સુધી જઇ શકે છે. જોકે, ગુરૂવારથી તાપમાન 12 ડિગ્રીથી વધુ ગગડે તેનું હવામાન વિભાગ દ્વારા અનુમાન કરાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘દક્ષિણ પાકિસ્તાન અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતાં આગામી સોમવારે પોરબંદર-કચ્છ, મંગળવારે બનાસકાંઠા-ગીર સોમનાથ-અમરેલી-ભાવનગર-કચ્છમાં માવઠું પડી શકે છે.