રીપોર્ટ@દેશ: ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલ ખસેડાયાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીને આજે સવારે હાર્ટ એટેક આવતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જિમમાં છાતીમાં દુખાવો થયો અને ચક્કર આવતાં સૌરવ ગાંગુલી હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા હતા. જ્યાં ડોક્ટરોએ કહ્યું હતુ કે, હાર્ટ-એટેક આવ્યો હતો. જેથી હવે ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
રીપોર્ટ@દેશ: ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલ ખસેડાયાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીને આજે સવારે હાર્ટ એટેક આવતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જિમમાં છાતીમાં દુખાવો થયો અને ચક્કર આવતાં સૌરવ ગાંગુલી હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા હતા. જ્યાં ડોક્ટરોએ કહ્યું હતુ કે, હાર્ટ-એટેક આવ્યો હતો. જેથી હવે ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બીસીસીઆઈના અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ કલકત્તાની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે સવારે જિમમાં વર્જિશ કરતી વખતે ગાંગુલીની તબિયત અચાનક બગડી હતી. જે બાદ તેમને વુડલૅન્ડ્સ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સમગ્ર મામલે મમતા બેનર્જીએ ટ્વિટર પર લખ્યુ કે, “સૌરવની તબિયત અંગે જાણીને દુખ થયું. જાણવા મળ્યું કે તેમને માઇલ્ડ કાર્ડિએક અરેસ્ટની સમસ્યા થઈ છે, જેના કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ જલદીથી સાજા થઈ જાય એવી કામના કરું છું. મારી પ્રાર્થના તેમની અને પરિવારની સાથે છે.”