છેતરપિંડી@અમદાવાદ: ONGCમાં નોકરીની લાલચે યુવકે ગુમાવ્યાં 3.95 લાખ, અંતે ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક જ્યારે લોભીને ધુતારા લુંટી જાય એમાં કાઈ ખાસ ઉત્તેજીત થવાની જરૂર નથી. અમુક લોકો પોતાના અંગત લાભ માટે અનૈતીક માર્ગ અપનાવે છે. જેમાં તેમને કેટલીક વાર છેતરાવાનો વારો પણ આવતો હોય છે. આવો એક કિસ્સો અમદાવાદના વસ્ત્રાલમાંથી સામે આવ્યો છે. જેમાં એક યુવક ONGCમાં નોકરીની લાલચે બીજા શખ્સને 3.95 લાખ
 
છેતરપિંડી@અમદાવાદ: ONGCમાં નોકરીની લાલચે યુવકે ગુમાવ્યાં 3.95 લાખ, અંતે ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જ્યારે લોભીને ધુતારા લુંટી જાય એમાં કાઈ ખાસ ઉત્તેજીત થવાની જરૂર નથી. અમુક લોકો પોતાના અંગત લાભ માટે અનૈતીક માર્ગ અપનાવે છે. જેમાં તેમને કેટલીક વાર છેતરાવાનો વારો પણ આવતો હોય છે. આવો એક કિસ્સો અમદાવાદના વસ્ત્રાલમાંથી સામે આવ્યો છે. જેમાં એક યુવક ONGCમાં નોકરીની લાલચે બીજા શખ્સને 3.95 લાખ આપી છેતરાયો છે. આ મામલે યુવકે સાયબર ક્રાઈમમાં પોતાની ફરિયાદ નોંધાવી છે. જેથી સાયબર ક્રાઈમની ટીમે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના વસ્ત્રાલમાં આવેલ અન્નપૂર્ણાં રેસિડેન્સીમાં રહેતા જતીન પટેલ નોકરીની શોધખોળ કરી રહ્યો હતો. આ દરમ્યાન તેના કાકાએ તેને વોટ્સએપ પર મનુભાઈ નામની વ્યક્તિનો નંબર મોકલ્યો હતો. જતીને મનુભાઈના નંબર ઉપર ફોન કરતા જાણવા મળ્યુ હતુ કે, તેમના મામા ONGCમાં નોકરી કરે છે જેમનો પગાર 18 લાખ છે. જેથી જતીનનો નોકરીમાં મેળ કરાવી અપાવશે. આવી રીતે જતીનને લાલચ આપી પહેલા 60 હજાર રૂપીયા પડાવ્યા હતા. બાદમાં વડોદરાના ભાર્ગવ નામના વ્યક્તિએ ફોન કરી પૈસા ભરવાનુ કહ્યુ હતુ. આમ જતીને 23 વખત ONGCમાં નોકરીની લાલચમાં 3.95 લાખ ભર્યા હતા. પરંતુ જતીન નામના યુવકને કોલ લેટર નહી મળતા તેને પૈસા ભરવાની ના કહી દીધી હતી. બાદમાં યુવકે આરોપીઓને ફોનથી સંપર્ક કર્યો ત્યારે તેમનો ફોન બંધ આવેલ. જેથી તેને આ મામલે સાયબર ક્રાઈમમાં પોતાની ફરિયાદ નોધાવી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જતીન નામના યુવકે 3.95 લાખ આપ્યા હોવા છતાં કોલ લેટર નહી મળતાં તેને સામે વાળાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફોન બંધ આવતા તેને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. સાઇબર ક્રાઇમે જતીનની ફરિયાદ નોંધી જે નંબરો પરથી ફોન આવતા હતા તે નંબર તથા જે એકાઉન્ટમાં જતીને પૈસા ટ્રાન્સફર કર્યા તેના આધારે તપાસ હાથ ધરી છે.