આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

ભીલડી પોલીસે એટીએમ ચોરી પૈસાની ઉઠાંતરી કરતા ગઠીયાને ઝડપી પાડ્યો છે. લાખણી તાલુકાના ખેડૂતને વાતોમાં ભોળવી નવુ એટીએમ કાર્ડ બદલી અને પાસવર્ડ જાણી લીધા બાદ 20 હજાર પડાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો. જેને લઇ ભીલડી પોલીસે સંજય પરમાર નામના ગઠીયાની અટકાયત કરી છે. જેમાં તે અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના નાણી ગામના પરખાભાઇ પ્રજાપતિનું એટીએમ ચોરી ગઠીયાએ 20,000ની ઉઠાંતરી કરી હતી. સ્થાનિક ખેડૂત પરખાભાઇ એફિડેવીટના કામકાજ માટે ગયા દરમ્યાન ગઠીયાએ એટીએમ ચોર્યુ હતુ. ઘટનાને લઇ ભીલડી પોલીસે તપાસ હાથ ધર્યા બાદ સંજય પરમાર નામના આરોપીને ગણતરીના દિવસોમાં દબોચી લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code