ફ્રોડ@ભિલોડા: સરકારી નોકરીની લાલચે 5 વ્યક્તિ છેતરાયા, બનાવટી ઓર્ડર દેતાં 4 ઈસમ સામે ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર રીતે સરકારી નોકરી મેળવવા જતાં 5 વ્યક્તિ છેતરાયા છે. ભિલોડા તાલુકાના યુવકે શરૂઆતમાં પોતાની પત્ની અને ત્યારબાદ અન્ય બે વ્યક્તિને પણ નોકરીની દોરવણી આપી હતી. આ પછી નોકરીનો ઓર્ડર સચિવાલયમાં નોકરી કરતાં સગાંને બતાવતાં છેતરપિંડી થઈ હોવાની ખબર પડી હતી. મૂળ દાહોદ જિલ્લાના 3 અને વડોદરા જિલ્લાના
 
ફ્રોડ@ભિલોડા: સરકારી નોકરીની લાલચે 5 વ્યક્તિ છેતરાયા, બનાવટી ઓર્ડર દેતાં 4 ઈસમ સામે ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી

અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર રીતે સરકારી નોકરી મેળવવા જતાં 5 વ્યક્તિ છેતરાયા છે. ભિલોડા તાલુકાના યુવકે શરૂઆતમાં પોતાની પત્ની અને ત્યારબાદ અન્ય બે વ્યક્તિને પણ નોકરીની દોરવણી આપી હતી. આ પછી નોકરીનો ઓર્ડર સચિવાલયમાં નોકરી કરતાં સગાંને બતાવતાં છેતરપિંડી થઈ હોવાની ખબર પડી હતી. મૂળ દાહોદ જિલ્લાના 3 અને વડોદરા જિલ્લાના 1 સહિત 4 ઈસમોએ સરકારી નોકરી અપાવવાનું કહી ફ્રોડ કર્યું છે. આથી છેતરાયેલ યુવકે 3 લાખ લઈ નોકરી નહિ અપાવનાર 4 આરોપી વિરુદ્ધ શામળાજી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

ફ્રોડ@ભિલોડા: સરકારી નોકરીની લાલચે 5 વ્યક્તિ છેતરાયા, બનાવટી ઓર્ડર દેતાં 4 ઈસમ સામે ફરિયાદ

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ખારી ગામનાં સંજય ભગોરાને ગત દિવસો દરમ્યાન મૂળ દાહોદના ઈસમ સાથે સંપર્ક થયો હતો. હાલ હિંમતનગર રહેતા લાલાભાઇ નાનજીભાઈ મેડાને મળતાં સંજય ભગોરાએ પત્ની માટે સરકારી નોકરીની વાત કરી હતી. આથી આ લાલા મેડાએ પોતાના સાળાનુ નામ વટાવી 3 લાખમાં સરકારી નોકરી આપવાનું કહ્યું હતું. આ પછી લાલા મેડાએ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સુરેશ ભુરિયાનો સંપર્ક કરાવી સંજયની પત્ની પાયલના ડોક્યુમેન્ટ મેળવ્યાં હતા. આ પછી સંજય ભગોરા ગાડીમાં લાલા મેડાને લઈ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં સ્કોર્પિયો ગાડીમાં આવેલ શૈલેષ ડામોર, આમિત શર્મા અને સુરેશ ભુરિયા સહિતના પણ આવી ગયા હતા. લાલા મેડા મારફત આ ત્રણેય ઈસમોએ ગૃહ વિભાગના સેક્સન અધિકારીની સહીવાળો ખાણખનીજ વિભાગમાં નોકરીનો ઓર્ડર આપ્યો હતો. આથી સંજયે કુલ 1 લાખ આપી રવાના થયો હતો. આ પછી સંજયે તેની પત્નીની નોકરીનો ઓર્ડર અન્ય વ્યક્તિઓને બતાવતાં વધુ 4 જણા નોકરી માટે તલપાપડ થયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જીપીએસસી પરિક્ષા પાસ કરીને ખાણખનીજ વિભાગમાં સરકારી નોકરીનો બનાવટી ઓર્ડરથી ખુશ સંજયે વધુ 4 વ્યક્તિને નોકરી અપાવવા મથામણ કરી હતી. આથી ફરી એકવાર સંજય ભગોરા પોતાના પરિચિત જયંતિભાઈ અને હરિશ્ચંદ્રભાઇના એક-એક લાખ લઈ મહુડી પહોંચ્યા હતા. અગાઉથી સંપર્કમાં આવેલ લાલા મેડાને સાથે રાખી સંજયે 3 યુવતિ અને 1 ઈસમના સરકારી નોકરીના કુલ 4 ઓર્ડર લીધા હતા. આ 4 વ્યક્તિને ખાણખનીજ વિભાગમાં સરકારી નોકરીનો ઓર્ડર મળતાં તે પૈકીના એક હરિશ્ચંદ્રભાઇએ તેમનાં સગાં મારફત ક્રોસ તપાસ કરાવી હતી. જેમાં નોકરીનો ઓર્ડર બનાવટી હોવાની ખબર પડતાં સંજય ભગોરા સહિત 5 વ્યક્તિ ચોંકાવનારી હદે છેતરાયા હતા. આથી સંજય ભગોરાએ મૂળ દાહોદના અને હાલ હિંમતનગર રહેતા લેબરકામનો વ્યવસાય કરતાં લાલા મેડા સહિત 4 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આથી શામળાજી પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ આઇપીસી 406, 420, 465, 467, 438, 471, 474 અને 120 બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.