છેતરપિંડીઃ ગ્રાહકે Amazon India પરથી મોબાઇલ ઓર્ડર કર્યો નીકળ્યો સાબુ

અટલ સમાચાર, ડેસ્ક દિલ્હીના એક ગ્રાહકે Amazon India માંથી ફેસ્લિટલ સેલ દરમિયાન નવો Redmi 8A Dual સ્માર્ટફોન ખરીદ્યો હતો. પરંતુ ગ્રાહકને Redmi 8A Dual સ્માર્ટફોનના રિટેલ બોક્સમાંથી કપડા ધોવાનો સાબુ નિકળ્યો હતો. અમેઝોન ગ્રેટ ઇન્ડિયન સેલ દરમિયાન તેમણે રેડમી 8A ડુઅલ સ્માર્ટફોન ઓર્ડર કર્યો હતો. જ્યારે શિપમેન્ટ તેમના ઘરે પહોંચ્યું તો તેમના હોશ ઉડી ગયા
 
છેતરપિંડીઃ ગ્રાહકે Amazon India પરથી મોબાઇલ ઓર્ડર કર્યો નીકળ્યો સાબુ

અટલ સમાચાર, ડેસ્ક

દિલ્હીના એક ગ્રાહકે Amazon India માંથી ફેસ્લિટલ સેલ દરમિયાન નવો Redmi 8A Dual સ્માર્ટફોન ખરીદ્યો હતો. પરંતુ ગ્રાહકને Redmi 8A Dual સ્માર્ટફોનના રિટેલ બોક્સમાંથી કપડા ધોવાનો સાબુ નિકળ્યો હતો. અમેઝોન ગ્રેટ ઇન્ડિયન સેલ દરમિયાન તેમણે રેડમી 8A ડુઅલ સ્માર્ટફોન ઓર્ડર કર્યો હતો. જ્યારે શિપમેન્ટ તેમના ઘરે પહોંચ્યું તો તેમના હોશ ઉડી ગયા તેમને ફોનના રિટેલ બોક્સમાંથી 14 રૂપિયાવાળો રિન સાબુ મળ્યો.

અમેઝોન ઇન્ડિયા સેલ દરમિયાન આ છેતરપિંડી પર અમેઝોન તરફથી રિએક્શન આવ્યું છે. 91mobiles સાથે વાત કરતાં અમેઝોન ઇન્ડિયાએ કહ્યું કે કસ્ટમર-સેંટ્રિક કંપનીના નાતા, અમે અમારા તમામ ગ્રાહકોને પેકેજ સુરક્ષિત ડિલીવરી કરવાની સાવાધાની વર્તે છે. અમે આ ઘટનાની તપાસ કરી અને બાયર્સ માટે રિપ્લેસમેન્ટ જાહેર કર્યું છે. આ સાથે જ અમેઝોને બાયર્સની થયેલી અસુવિધા માટે ખેદ પણ વ્યક્ત કર્યો છે.

ઓનલાઇન શોપિંગ દરમિયાન ઘણીવાર બાયર્સને આ પ્રકારની છેતરપિંડીનો શિકાર થવું પડે છે. તાજેતરમાં એક ભવ્ય શર્માની એક ગ્રાહકને યૂટ્યૂબ પર વીડિયો શેર કરી જણાવ્યું હતું કે તેમને ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પરથી iPhone 11 ઓર્ડર કર્યો હતો. તેમણે iPhone 11ની ક્લોન ડિલિવરી કરી આપવામાં આવ્યો હતી, જોકે એંડ્રોઇડ પ્લેટફોર્મ પર રન કરે છે.