છેતર્યા@નંદાસણ: સંયુક્ત માલિકીની જમીન વેચી દીધી, વિદેશથી આવી જાણ્યું તો ચોંક્યા,ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કડી પંથકમાં જમીન લે વેચની બાબતે થયેલ દસ્તાવેજ બાદ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સંયુક્ત માલિકીની જમીન ઉપર બધાનો હક્ક હતો. જોકે તે પૈકી એક માલિક વિદેશ હોઇ અન્ય માલિકોએ જાણ બહાર ખોટી સહી કરી બનાવટી કાગળો તૈયાર કરી જમીન વેચાણ કરી હતી. જેની જાણ થતાં નિવૃત વ્યક્તિએ કુટુંબના ઈસમો
 
છેતર્યા@નંદાસણ: સંયુક્ત માલિકીની જમીન વેચી દીધી, વિદેશથી આવી જાણ્યું તો ચોંક્યા,ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કડી પંથકમાં જમીન લે વેચની બાબતે થયેલ દસ્તાવેજ બાદ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સંયુક્ત માલિકીની જમીન ઉપર બધાનો હક્ક હતો. જોકે તે પૈકી એક માલિક વિદેશ હોઇ અન્ય માલિકોએ જાણ બહાર ખોટી સહી કરી બનાવટી કાગળો તૈયાર કરી જમીન વેચાણ કરી હતી. જેની જાણ થતાં નિવૃત વ્યક્તિએ કુટુંબના ઈસમો વિરુદ્ધ નંદાસણ પોલીસ મથકે ધોરણસરની ફરિયાદ આપી છે. જમીનના બનાવટી દસ્તાવેજની ઘટનાને પગલે મામલતદાર કચેરીની પારદર્શક ભૂમિકા સામે પણ સવાલો ઉભા થયા છે. નંદાસણ પોલીસે ફરિયાદ આધારે 7 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કડી તાલુકાના નંદાસણ પોલીસ મથકે જમીનના બારોબાર વેચાણની ફરિયાદ દાખલ થઈ છે. જેમાં કૌટુંબિક માલિકીની જમીનના વેચાણ દરમ્યાન એક વ્યક્તિ હાજર ન હોઇ તેની ખોટી સહી કરી વેચાણ કરી દીધી હતી. આરોપીઓ ભેગા મળી પુર્વ આયોજીત કાવતરૂ રચી બનાવટી વેચાણ દસ્તાવેજ તૈયાર કર્યો હતો. કૈયલ ગામે આવેલી સંયુકત માલીકીની વડીલો પાર્જીત જમીનનો કૌટુબીંક કરાર લેખ તૈયાર કર્યો તે વખતે ફરીયાદી માણેકલાલ કાનદાસ પટેલ ભારતદેશમાં હાજર નહોતા. આ સાથે ફરીયાદીએ આ મિલ્કત બાબતે કોઈને પાવર ઓફ એટર્ની આપી નહોતી. આમ છતાં ફરીયાદી માણેકલાલ પટેલની કોઇએ ખોટી સહી કરી ખોટો દસ્તાવેજ ઉભો કરી ખોટી સાક્ષીઓ આપી અપાવી ખોટા દસ્તાવેજ ઉભા કર્યા હતા. આ પછી મામલતદાર કચેરીમાં રજૂ કરેલ જમીનના ખોટા અને બનાવટી લેખ આધારે વેચાણ દસ્તાવેજ કરી દીધો હતો. ભાગીદારીની માલિકી છતાં જાણ બહાર 7 વ્યક્તિઓએ સદર જમીન દવે જીગ્નેશકુમાર જગદીશભાઇ રહે.કરણસાગર તા.બેચરાજી વાળાઓને વેચી દીધી હોવાનું ફરિયાદ આધારે સામે આવ્યું છે.

સમગ્ર મામલે હાલ અમદાવાદ રહેતા માણેકલાલ કાનદાસ કેશવલાલ પટેલે નંદાસણ પોલીસ મથકે કૌટુંબિક 7 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે આઇ પી સી કલમ-૪૨૦,૪૬૫,૪૬૭, ૪૬૮,૪૭૧,૧૨૦-બી,૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપી
(૧) પટેલ જોઇતારામ વિઠૃલદાસ
(૨) પટેલ ગોવિદભાઇ કાનદાસ
(૩) પટેલ મધુબેન કાનદાસ
(૪) પટેલ લીલાબેન કાનદાસ
(૫) પટેલ રિતેષ કનૈયાલાલ
(૬) પટેલ કિષ્ણકાંન્ત ગોવિદભાઇ
(૭) પટેલ અલ્પેશ જોઇતારામ
સામે તપાસ શરૂ કરી છે. જોકે સૌથી મોટી વાત સામે આવી છે કે બનાવટી દસ્તાવેજો તૈયાર કરનાર અને મામલતદાર કચેરીમાં તપાસ કરનાર કર્મચારીઓને કેમ ધ્યાને ન આવ્યું ? તેને લઈ અનેક સવાલો ઉભા થયા છે.